Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ઓમિક્રોનથી થશે મોતમાં વધારો અને હોસ્પિટલમાં વધશે ભીડ

યુરોપીય એજન્સીએ આપી ચેતવણી

લંડન, તા.૯: યુરોપીય હેલ્થ એજન્સીએ ચેતવણી આપી છે કે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે મોત અને હોસ્પિટલાઈઝેશન વધી શકે છે. યુરોપિયન સેન્ટર ફોર ડિઝીઝ પ્રોટેકશન એન્ડ કન્ટ્રોલનું કહેવું છે કે આવતા અઠવાડિયામાં યુરોપમાં ઓમિક્રોન વેરિએન્ટના પ્રસાર વધી શકે છે. એજન્સીએ વેકસીનેશનની ધીમી સ્પીડ પર ચિંતા જારી કરતા કહ્યું કે ઓમિક્રોનના તેજ પ્રસારની પાછળનું કારણ બની શકે છે. એજન્સીના રસીકરણની ધીમી સ્પીડ પર ચિંતા કરતા કહ્યું છે કે ઓમિક્રોનના તેજ પ્રચારની પાછળ મુખ્ય  કારણ એ પણ બની શકે છે. ECDCના ડાયરેકટર એન્ડ્રિયા એમોને કહ્યું છે કે વર્તમાન સ્થિતિને ઓમિક્રોન વેરિએન્ટના ઉભરવા અને વધારે ચિંતાજનક બનાવી દીધું છે.

હકિકતે આ સમયે ૧૯ યુરોપીય દેશોમાં ઓમિક્રોનના કુલ ૨૭૪ મામલા સામે આવ્યા છે. ગત નવેમ્બર મહિનાથી મહાદ્વીપમાં કોરોનાના મામલા વધવાના શરુ થઈ ગયા છે. આનાથી ગંભીર વાત એ છે કે કોરોનાના કારણે મોતાના આંકડા પણ વધ્યા છે. ફ્રાન્સમાં અઠવાડિક મોતના આંકડા ૬૧ ટકા સુધી વધી ગયા છે. ત્યારે યુનાઈટેડ કિંગડમમાં ૩ ટકા તો સ્વિઝરલેન્ડ અને સ્લોવાકિયામાં ૩૫ ટકા વધારો થયો છે. પુર્તગાલમાં ૪૯ ટકાનો વધારો થયો છે.

હવે ECDCની ચિંતા એ છે કે ઓમિક્રોન વેરિએન્ટના પ્રભાવના કારણે દર્દીની સંખ્યામાં તેજીથી વધારો થઈ શકે છે. ચિંતા ફકત ઓમિક્રોન સુધી જ સીમિત નથી. ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુનાઈટેડ કિંગડમમાં વૈજ્ઞાનિકોને ઓમિક્રોનનો એક એવું વર્ઝન પણ મળ્યું છે. જે સામાન્ય  RT-PCR ટેસ્ટને છેતરવામાં સક્ષમ છે.

જો કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફ હાજર કોરોનાની રસી પર ભરોસો દર્શાવ્યો છે. સંગઠન કહ્યું છે કે આની ઓછી આશંકા છે કે ઓમિક્રોન વેરિએન્ટ હાજર રસીથી મળનારી સુરક્ષાને છેતરવામાં સક્ષમ છે.  WHOના ઈમરજન્સી ડાયરેકટર માઈકલ રાયને કહ્યું છે અત્યાર સુધી રસી તમામ વેરિએન્ટ પર કારગત છે અને ઓમિક્રોનના મામલામાં પણ એવું જ થવું જોઈએ.

(10:41 am IST)