Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

કોણ બનશે દેશના નવા CDS?

મોદી સરકાર આવતા સાતથી દસ દિવસની અંદર આ પદ પર નવી નિમણૂંક કરવા વિચારે છે

નવી દિલ્‍હી, તા.૯: દેશના પ્રથમ ચીફ ઓફ ડીફેન્‍સ સ્‍ટાફ (સીડીએ) જનરલ બિપીન રાવતનું ગઈ કાલે બપોરે તામિલનાડુમાં ભારતીય હવાઈ દળના હેલિકોપ્‍ટરને નડેલી દુર્ઘટનામાં અચાનક અને કમનસીબ નિધન થતાં મહત્ત્વનું સીડીએસ પદ ખાલી પડ્‍યું છે. અહેવાલો અનુસાર, કેન્‍દ્રની નરેન્‍દ્રભાઇ મોદી સરકાર આવતા સાતથી દસ દિવસની અંદર આ પદ પર નવી નિમણૂક કરવા વિચારે છે.
જનરલ બિપીન રાવતના અકાળે નિધનને કારણે લશ્‍કરી વડા જનરલ મનોજ નરવણે દેશમાં સૌથી સિનિયર લશ્‍કરી અધિકારી બન્‍યા છે. એમના અનુગામી બનવા માટે લશ્‍કરના નાયબ વડા લેફ્‌ટેનન્‍ટ જનરલ સી.પી. મોહંતી અને ઉત્તરીય લશ્‍કરી કમાન્‍ડ લેફ્‌ટેનન્‍ટ જનરલ વાય.કે. જોશીનું પણ નામ ચર્ચાય છે. જનરલ બિપીન રાવત ૨૦૨૦ના જાન્‍યુઆરીમાં દેશના પ્રથમ સીડીએસ બન્‍યા હતા. વડા પ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ ૨૦૧૯માં લાલ કિલ્લા પરથી કરેલા આઝાદી દિવસના રાષ્ટ્રીય સંબોધનમાં જાહેરાત કરી હતી કે સીડીએસની નિમણૂક કરાશે અને તેઓ સેનાની ત્રણેય પાંખ (ભૂમિદળ, હવાઈદળ અને નૌકાદળ)ના વડાઓના વરિષ્ઠ હશે.
સીડીએસ પદ ધારણ કરવા માટે અમુક પાત્રતા હોવી જરૂરી છેઃ
* સશષા દળોના કોઈ પણ કમાન્‍ડિંગ અધિકારી કે ફ્‌લેગ ઓફિસર આ પદ માટે પાત્ર બને છે.
* સામાન્‍ય રીતે, ચીફ ઓફ ડીફેન્‍સ સ્‍ટાફ પદ માટે ટોચની વયમર્યાદા ૬૫ વર્ષની નક્કી કરાઈ છે.
* શેકતકર સમિતિએ સરકારને ભલામણ કરી હતી કે તેણે સીડીએસની પસંદગી સેનાની ત્રણેય પાંખોના વડાઓમાંથી કરવી જોઈએ.
* સુરક્ષા તંત્રમાંના ઘણાનું માનવું છે કે પહેલા બે કે ત્રણ વર્ષમાં સીડીએસની પસંદગી ભૂમિદળમાંથી થવી જોઈએ.
* આનું કારણ એ છે કે દેશને સુરક્ષાની સમસ્‍યાઓ પાકિસ્‍તાન અને ચીન સાથેની સરહદો
પરથી જ નડે છે.
* જમ્‍મુ અને કશ્‍મીરમાં તથા ઈશાન ભારતમાં લશ્‍કરી કાર્યવાહીઓમાં મેળવેલા અનુભવને
કારણે જ પ્રથમ સીડીએસ તરીકે જનરલ રાવતની પસંદગી કરવામાં આવી હતી.
* જનરલ રાવતે એ પદ માટે બે ટોચના જનરલને સુપરસીડ કર્યા હતા - લેફ્‌ટેનન્‍ટ જનરલ પ્રવીણ બક્ષી અને લેફ્‌ટેનન્‍ટ જનરલ પી.એમ. હારિઝ.

 

(10:34 am IST)