Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ફરી વધશે કેન્‍દ્રિય કર્મચારીઓનું મોંઘવારી ભથ્‍થું

૩ ટકાનો થઇ શકે છે વધારો

નવી દિલ્‍હી, તા.૯: કેન્‍દ્રિય કર્મચારીઓનું મોંઘવારી ભથ્‍થુ અથવા પેન્‍શનરોની મોંઘવારી રાહતમાં ફરી એક વાર વધારો થવાનો છે. નવા વર્ષના પહેલા છ મહિના માટે ડીએ અને ડીઆરમાં વધારો કરવાનો છે. આ વધારો ૩ ટકાનો થઇ શકે છે. આ વધારા પછી કેન્‍દ્રિય કર્મચારીઓનું મોંઘવારી ભથ્‍થું ૩૪ ટકા થઇ જશે. તો પેન્‍શનરોની મોંઘવારી રાહતમાં પણ ૩ ટકા વધારો થતા ૩૪ ટકા થઇ જશે.
નવા વર્ષમાં મોંઘવારી ભથ્‍થુ અને મોંઘવારી રાહતમાં વધારા પર નિર્ણય થવાનો છે. એવું અનુમાન છે કે માર્ચ મહિનામાં વધારાની જાહેરાત થઇ જશે. ૨૦૨૨ના પહેલા છ માસિકનો નિર્ણય માર્ચમાં થઇ શકે છે. જણાવી દઇએ કે સાતમા પગાર પંચની ભલામણો અનુસાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્‍થુ અને મોંઘવારી રાહતમાં વધારો કરાય છે.
આ વધારો છ માસિક આધાર પર કરાય છે. ૨૦૨૨ના પહેલા છ માસિકમાં ડીએમાં વધારા પછી કેન્‍દ્રિય કર્મચારીઓનો પગાર વધી જશે. તો ડીઆરમાં વધારાથી પેન્‍શનરોનું પેન્‍શન પણ વધશે. સરકારના આ નિર્ણયથી લગભગ ૪૮ લાખ કેન્‍દ્રિય કર્મચારીઓ અને ૬૮ લાખથી વધારે પેન્‍શનરોને ફાયદો થશે.

 

(10:33 am IST)