Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિનનાગાલેન્ડમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં બચી ગયા હતા

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન સાથે હેલિકોપ્ટર દુર્ઘટના પહેલી નથી : ૨૦૧૫માં હેલિકોપ્ટરે ઉડાન ભરી અને એન્જિન જમીનથી લગભગ ૨૦ ફૂટ ઉપર અટકતાં ક્રેશ થયું હતું

નવી દિલ્હી/દીમાપુર, તા.૮ : તામિલનાડુના નીલગીરી જિલ્લામાં કુન્નુરમાં બુધવારે વરિષ્ઠ સંરક્ષણ અધિકારીઓને લઈ જતું આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત સહિત ૧૪ લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૧ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આખો દેશ બિપિન રાવતના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યો છે.

ઘટના ૩ ફેબ્રુઆરી ૨૦૧૫ની છે. સવારના નવથી દસનો સમય હતો. હેલિકોપ્ટર નાગાલેન્ડના દીમાપુર જિલ્લામાં હેલિપેડ પરથી ઉડાન ભરી રહ્યું હતું. બોર્ડમાં લેફ્ટનન્ટ જનરલ બિપિન રાવત સહિત ત્રણ સેનાના જવાન હતા. હેલિકોપ્ટર ઉડાન ભરી અને એન્જિન જમીનથી લગભગ ૨૦ ફૂટ ઉપર અટકી ગયું હતું. હેલિકોપ્ટર ક્રેશ થયું, જેમાં સવાર તમામને ઈજા થઈ.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને તેમના પરિવારના કેટલાક સભ્યો પણ ક્રેશ થયેલા એરફોર્સના આ એમઆઈ૧૭-વી૫ હેલિકોપ્ટરમાં સવાર હતા. કહેવામાં આવી રહ્યું છે કે ક્રેશ થયેલું હેલિકોપ્ટર થોડી જ વારમાં લેન્ડ થવાનું હતું. સેનાના વરિષ્ઠ અધિકારીઓ પણ અકસ્માત સ્થળે પહોંચી ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હેલિકોપ્ટરમાંથી બચાવાયેલા કેટલાક લોકો ખરાબ રીતે સળગી ગયા છે.

(12:00 am IST)