Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

દેશ તેમના યોગદાનને ક્યારેય નહીં ભુલે. :રાષ્ટ્રપતિ, વડાપ્રધાન મોદી સહિત અનેક મહાનુભાવોએ CDS બિપિન રાવતના નિધન પર ઊંડું દુખ વ્યક્ત કર્યુ

કુન્નુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થવાની દુર્ઘટનામાં CDS બિપિન રાવત, તેમના પત્ની સહિત 13 ના નિધન

તમિલનાડુના કુન્નુરમાં આર્મીનું હેલિકોપ્ટર Mi-17V5 ક્રેશ થતા તેમા સવાર CDS બિપિન રાવત, તેમના પત્ની સહિતના લોકોના મૃત્યુ છે. વાયુસેનાએ તેમના મોતની પુષ્ટિ કરી. તમામના પાર્થિવ દેહને દિલ્હી લાવવામાં આવશે. જે બાદ વડાપ્રધાન મોદી સહિત અનેક મહાનુભાવોએ CDS બિપિન રાવતના નિધન પર દુખ વ્યક્ત કર્યુ છે.

વડાપ્રધાન મોદીએ CDS બિપિન રાવતના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ. તેમણે ટ્વીટ કરીને લખ્યુ કે,જનરલ રાવત દેશના ખૂબ સારા સૈનિક હતા. સેનાના આધુનિકરણમાં તેમનો મોટો ફાળો છે. જનરલ રાવતના નિધન પર દુખી છુ. દેશ તેમના યોગદાનને ક્યારેય નહીં ભુલે.

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ટ્વીટ કર્યું કે, “જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકાજીના અકાળ અવસાનથી આઘાતમાં અને દુઃખી છુ. દેશે તેનો એક બહાદુર પુત્ર ગુમાવ્યો છે. માતૃભૂમિ માટે તેમની ચાર દાયકાની નિઃસ્વાર્થ સેવા અસાધારણ શૌર્ય અને બહાદુરીથી ચિહ્નિત હતી. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના

 

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ ટ્વીટ કરીને કહ્યું કે જનરલ રાવતે અસાધારણ હિંમત અને સમર્પણ સાથે દેશની સેવા કરી. પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે, તેમણે આપણા સશસ્ત્ર દળોની સંયુક્તતા માટે યોજના તૈયાર કરી.

કેન્દ્રીય ગૃહ પ્રધાન શાહે પણ ટ્વીટ કરીને અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે દેશ માટે ખૂબ જ દુઃખદ દિવસ છે કારણ કે અમે અમારા CDS જનરલ બિપિન રાવત જીને એક ખૂબ જ દુઃખદ અકસ્માતમાં ગુમાવ્યા છે. તેઓ એવા બહાદુર સૈનિકોમાંના એક હતા જેમણે માતૃભૂમિની અત્યંત નિષ્ઠાથી સેવા કરી હતી. તેમનું અનુકરણીય યોગદાન અને પ્રતિબદ્ધતા શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. હું ખૂબ જ દુઃખી છું.

(12:00 am IST)