Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

કેન્દ્ર સરકારના પ્રસ્તાવનો ખેડૂતોએ કર્યો સ્વિકાર: સંયુક્ત કિસાન મોર્ચો સિંધુ મોર્ચા સાથે કરશે બેઠક

બપોરે 12 વાગ્યે ફરીથી બેઠક થશે.: બેઠક બાદ આંદોલન સમેટવાની કરાશે ઔપચારિક જાહેરાત

નવી દિલ્હી : કૃષિ કાયદાઓ રદ થવા છતા ખેડૂત આંદોલન ચાલુ હતું. ખેડૂતો MSP સહિત વિવિધ મુદ્દાઓને લઈને ચાલુ રાખ્યુ હતુ. ત્યાર બાદ આ તમામ મુદ્દે કેન્દ્ર સરકારે ખેડૂતોને પ્રસ્તાવ મોકલ્યો હતો. જે થોડા આંતરિક મતભેદો બાદ ખેડૂત સંગઠનોએ તેનો સ્વિકારી કરી લીધો છે. જેને લઈને આજે બપોરે સંયુક્ત કિસાન મોર્ચા સહિત અન્ય ખેડૂત સંગઠનોની બેઠક મળશે અને બેઠક બાદ આંદોલનની પૂર્ણાહુતિની ઔપારિક જાહેરાત કરવામાં આવી શકે છે. 

સંયુક્ત કિસાન મોર્ચાની સિંઘુ બોર્ડર પર આવતીકાલ બપોરે 12 વાગ્યે ફરીથી બેઠક થશે. એસકેએમ ભારત સરકારથી આજે મળેલી સુધારેલી દરખાસ્ત સાથે સહમત છે. ખેડૂતો MSP મુદ્દે ગેરંટી, ખેડૂતો સામે કેસ પાછા ખેંચવા સહિતના મુદ્દાઓનો હલ કાઢવામાં માટે સરકાર તૈયાર થઈ ગઈ હતી અને ત્યારબાદ સરકારે ખેડૂત સંગઠનોને તેનો પ્રસ્તાવ મોકલ્યો હતો.

(12:42 am IST)