Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

શરણાર્થિઓને નાગરિકતા આપો : 25 વર્ષ સુધી મતદાનનો અધિકાર નહી: શિવસેના

વિધેયકના સમર્થનમાં શિવસેનાના સુર પરંતુ કેટલાક સવાલ ઉઠાવ્યા

નવી દિલ્હી :નાગરિકતા સંશોધન વિધેયક પર લોકસભામાં ચર્ચા દરમિયાન શિવસેનાના સુર વિધેયકના સમર્થનમાં સંભળાયા, જો કે શિવસેનાએ વિધેયકની કેટલીક જોગવાઈઓ પર સવાલો ઉઠાવ્યા હતા . શિવસેના નેતા વિનાયક રાઉતે કહ્યું કેસ પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા શરણાર્થિઓનો અર્થ સમજાય છે, અફઘાનિસ્તાનનું શું મહત્વ છે. અમારી સમજમાં નથી આવ્યું. તેમણે માંગ કરી કે શરણાર્થિઓને નાગરિક બનાવવા છતાં આગામી 25 વર્ષ સુધી વોટિંગ રાઈટ નહી આપવો જોઈએ.

વિનાયક રાઉતે કહ્યું કે, પૂર્વોત્તર રાજ્યોના લોકો જે ભૂમિપુત્ર છે, આ પરેશાની છે કે તેમની પાસે રોજગાર નથી. તે રાજ્યોમાં જો નાગરિકતા સંશોધન સરકાર નથી રાખવા માંગતી તો પછી બાકી રાજ્યોમાં રાખવાનો શું અર્થ છે. તેમણે કહ્યું, જ્યારે કલમ 370 હટાવવામાં આવી શિવસેના તરફથી અમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીનું સ્વાગત કર્યું, શું સરકાર જણાવશે જમ્મુ કાશ્મીરમાં ભારતના બીજા રાજ્યમાં થી કેટલા લોકો સેટલ થયાં, કેટલાં લોકોને ત્યાં રોજગારી મળી? માત્ર કાયદો બનાવવાથી કંઈ નહી થાય. સૌથી મોટી વાત છે કે ત્યાંના કાશ્મીરી પંડિતોનું પુનર્વસન થવું જોઈએ.

(8:33 pm IST)