Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

SBIએ ગ્રાહકોને આપી ભેટઃ સસ્તી થઇ હોમ-ઓટો લોન

નવી દિલ્હી, તા.૯: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સોમવારે બધા પ્રકારની લોન માટે માર્જિનલ કોસ્ટ બેસ્ડ લેન્ડીંગ રેટ (MCLR)માં ૧૦ બેસિસ પોઈન્ટનો દ્યટાડો કર્યો છે. નવા રેટ મંગળવારથી જ લાગુ થઈ જશે. આ દ્યટાડા બાદ હોમ, કાર અને અન્ય MCLR લિંકડ લોન સસ્તા થઈ જશે.

ચાલુ નાણાંકીય વર્ષેમાં SBIએ  MCLRમાં  સતત ૮મી વખત ઘટાડો કર્યો છે. એસબીઆઈએ પોતાના નિવેદનમાં કહ્યું, 'ફંડના ઓછા ખર્ચનો લાભ ગ્રાહકોને આપવા માટે અમે MCLRમાં ૦.૧૦ ટકા સુધીનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.'હાલના દ્યટાડા બાદ લ્ગ્ત્માં હવે પ્ઘ્ન્ય્ વાર્ષિક ૭.૯૦ ટકા હશે. જે અત્યાર સુધી ૮ ટકા છે. SBIએ કહ્યું કે, હોમ લોન અને ઓટો લોનનો માર્કેટ શેરના ૨૫ ટકા જેટલા ભાગમાં હિસ્સો છે. ભારતીય રિઝર્વ બેંકે પાછલા અઠવાડિયે મૌદ્રિક સમીક્ષામાં નીતિગત દરોને ૫.૧૫ ટકા સુધી રાખ્યો હતો.

MCLRમાં ઘટાડાથી વ્યાજના દરમાં પણ દ્યટાડો થશે. પરંતુ તેનો લાભ બધી લોન લેનારા લોકોને નહીં થાય. લોન લેનારા નવા લોકોને તેનો ફાયદો સૌથી પહેલા થશે. જયારે જૂના લોન ધારકોને ફાયદા માટે થોડી રાહ જોવી પડશે.

(4:27 pm IST)