Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

દર પાંચમો પોલીસકર્મી માને છે, ખતરનાક અપરાધીને ઠાર કરવો બહેતર કાનૂની ઉપચાર!

પાંચમાંથી એક પોલીસને ખતરનાક અપરાધી મામલે હૈદ્રાબાદ મોડેલ પસંદ આવે છે

નવી દિલ્હી, તા.૯: હૈદ્રાબાદ રેપ મર્ડર કેસમાં પોલીસે કરેલા એન્કાઉન્ટરને દેશભરમાંથી પ્રચંડ સમર્થન મળ્યું છે ત્યારે દેશનો દર પાંચમો પોલીસ કર્મી માને છે કે ખતરનાક અપરાધીઓને ઠાર કરવો કાનુની ઉપચાર કરતા બહેતર છે.ઓગષ્ટમાં સ્ટેટસ ઓફ પોલીસીંગ ઈન ઈન્ડિયા નામથી જાહેર કરાયેલી સીએસડીએસના એક રિપોર્ટના આધારે એવો ખુલાસો થયો હતો કે પાંચમાંથી એક પોલીસને ખતરનાક અપરાધી મામલે હૈદ્રાબાદ મોડેલ પસંદ આવે છે.રિપોર્ટમાં એ પણ જણાવ્યું હતું કે અપરાધીઓ પ્રત્યે પોલીસની આક્રમક વ્યવહારને ચારમાંથી ત્રણ પોલીસ કર્મી બહેતર માને છે તો અપરાધ સ્વીકારવા માટે કરવામાં આવતી પિટાઈને પણ પાંચમાંથી ચાર પોલીસકર્મી ખોટી નથી માનતા. જાણકાર લોકો માને છે કે કાનૂની દાવપેચથી બચવા માટે પોલીસ અલગ અલગ તરીકાઓ અજમાવે છે. જો કે યુપીના પુર્વ ડીજીપી પ્રકાશસિંહે જણાવ્યું હતું કે એ ખરું છે કે અપરાધીઓને ઠાર કરી દેવાનો વિચાર પોલીસમાં છે. મારું માનવુ છે કે જયારે પોલીસની વર્દી પહેરો છો તો કાયદાના રખેવાળ તરીકે આપની જવાબદારી વધી જાય છે. આપ ખુદ દંડ આપીને દઈ કાનૂની પ્રક્રિયાથી બચી નથી શકતા, પૂર્વ ડીજીપીએ વધુમાં જણાવ્યું હતું કે ઉચિત ન્યાયિક પ્રક્રિયાથી અપરાધીને દંડ અપાવવો જોઈએ. જયાં સુધી એફઆઈઆર ન નોંધવાનો સવાલ છે તો પોલીસમાં એવી માન્યતા છે કે વધારે કેસ નોંધાવાથી અપરાધ વધ્યાનો શોર મચે છે.

નવી દિલ્હીૅં સર્વ અનુસાર ૫૪ ટકા પોલીસ કર્મીઓ માને છે કે એફઆઈઆર વધારે નોંધવાથી વિસ્તારમાં અપરાધનો આંકડો વધવાનો પણ સંકેત છે. પાંચમાંથી ૩ પોલીસકર્મી માને છે કે અપરાધ કેટલો પણ ગંભીર કેમ ન હોય. આરંભિક તપાસ વિના સીધી એફઆઈઆર ન નોંધવી જોઈએ. વર્ષ ૨૦૧૫માં સંસદીય સમિતિની સામે દિલ્હીના તત્કાલીન પોલીસ કમિશ્ર્નર બી.એ.બસ્સીએ માન્યુ હતું કે પોલીસ એફઆઈઆર નોંધવાથી બચે છે. કારણ કે વધારે એફઆઈઆર નોંધવાથી તેણે વધારે ભાગદોડ કરવી પડે છે.

(4:26 pm IST)