Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

હૈદરાબાદ બાદ બિહારમાં હેવાનિયતઃ બળાત્કારનો વિરોધ કર્યો તો યુવતીને જીવતી સળગાવી

મુઝફફરપુર, તા.૯:  હૈદરાબાદ અને ઉન્નાવ બાદ હવે બિહારના મુઝફફરપુરમાં હેવાનિયતનો શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. પાગલ આશિકે એક તરફી પ્રેમમાં યુવતી સાથે બળાત્કારનો પ્રયાસ કર્યો અને યુવતીએ વિરોધ કરતાં તેણીને જીવતી સળગાવી દીધી. હૈદરાબાદ રેપ કેસની શાહી સુકાઇ નથી ત્યાં વધુ એક યુવતીને જીવતી સળગાવી દેવાતાં લોકોમાં રોષ ભભૂકયો છે.

યુવતીની હાલત હાલમાં નાજુક છે. યુવતીનું શરીર ૮૦ ટકાથી વધુ દાઝી ગઇ છે. મુઝ.ફરપુર એસકેએમસીએચમાં તેણીની સારવાર ચાલી રહી છે. આરોપીને પોલીસે પકડી લીધો છે.

યુવતીને હવસનો શિકાર બનાવવા જતાં તેણીએ વિરોધ કરતાં આ નરાધમે તેણીને આગ ચાંપી હતી. આ ઝપાઝપીમાં આ શખ્સ પણ દાઝી ગયો હતો. યુવતીના પરિવારજનોના અનુસાર આ શખ્સ છેલ્લા કેટલાક સમયથી તેણીને પરેશાન કરતો હતો. આ મામલે પોલીસની લાપરવાહી સામે આવી છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર તેમણે પોલીસ મથકે આ શખ્સ વિરૂધ્ધ દ્યણી વાર ફરિયાદ પણ કરી હતી પરંતુ પોલીસે કોઇ કાર્યવાહી કરી ન હતી.

પ્રાપ્ત જાણકારી અનુસાર જે સમયે આ દ્યટના દ્યટી એ સમયે યુવતીની માતા નોકરીએ ગઇ હતી અને યુવતી દ્યરે હતી. આ શખ્સ યુવતીની બાજુમાં જ રહેતો હતો અને દ્યણા લાંબા સમયથી યુવતીને એક તરફી પ્રેમ કરતો હતો અને યુવતીને પરેશાન કરતો હતો.

રવિવારે યુવતીની માતા નોકરી પર ગઇ હતી અને યુવતી દ્યરે એકલી હતી એ સમયે આ શખ્સ દ્યરમાં દ્યૂસી આવ્યો હતો. યુવતીએ તેણીની બહેન અને પરિવારને આ અંગે જાણકારી આપી અને એની ગણતરીની મિનિટો બાદ આ શખ્સે તેણીને જીવતી સળગાવી દીધી હતી.

(4:26 pm IST)