Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

જવાને પોતાના જ કંપની કમાન્ડરની હત્યા કરી આત્મહત્યા કરી લીધી

રાંચીમાં છત્તીસગઢ આર્મ ફોર્સના જવાનો વચ્ચે હિંસક ઝપાઝપી

નવી દિલ્હી, તા.૯: સેનાના જવાનો વચ્ચે ફરી એક વખત હિંસક અથડામણ થઈ હોવાની જાણકારી મળી છે. રાંચીમાં ખેલગામ સ્થિત સીઆરપીએફ કેમ્પમાં છત્ત્।ીસગઢ આર્મ ફોર્સના એક જવાને પોતાના જ કંપની કમાન્ડરની ગોળી મારીને હત્યા કરી દીધી છે. હત્યા બાદ જવાને પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના ઝારખંડમાં જવાન ચૂંટણીની ફરજ પર હતા ત્યારે ઘટી હતી.

આ અગાઉ  છત્તીસગઢમાં જવાનો વચ્ચે થયેલી ઝપાઝપીમાં છ જવાનોના મોત થયા હતા. પ્રાપ્ય જાણકારી અનુસાર સીઆરપીએફ કેમ્પમાં છત્તીસગઢ આર્મ ફોર્સના જવાન પોતાના જ કંપની કમાન્ડરની કોઈ વાત પર ગુસ્સે થઈ ગયા હતા. આ તકરારમાં જવાને કંપની કમાન્ડર પર ગોળી ચલાવી દીધી હતી. કંપની કમાન્ડરે ગોળી માર્યા બાદ જવાને પોતાને પણ ગોળી મારી દીધી હતી.

(4:25 pm IST)