Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

સોનીયાજીનો આજે ૭૩મો જન્‍મદિવસ

સોનેયા ગાંધી નહેરૂ- ગાંધી કુટુંબના સભ્‍ય એવા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (કોંગ્રેસ) પક્ષના ભૂતપૂર્વ પ્રમુખ છે. ૧૯૯૮માં તેમના પતિ રાજીવ ગાંધીની હત્‍યા પછી તેઓ ૧૯ વષો સુધી પક્ષના પ્રમુખ રહ્યા, જે દરમિયાન કોંગ્રેસ પક્ષે મધ્‍યમ-ડાબેરી નીતિઓ તરફ વલણ અપનાવ્‍યું હતું. તેમનો જન્‍મ વિસેન્‍ઝા, ઈટાલી નજીકના નાના   ગામમાં થયો હતો અને રોમન કેથલીક ખ્રિસ્‍તી કુટુંબમાં ઉછેર થયો હતો. સ્‍થાનિક શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી તેઓ ઉચ્‍ચ અભ્‍યાસ માટે કેમ્‍બ્રિજ ગયા અને ૧૯૬૮માં રાજીવ ગાંધી સાથે તેમના લગ્ન થયા હતા. પછીથી તેમણે ભારતીય નાગરિકતા સ્‍વીકારી અને ભારતના વડાપ્રધાન ઈન્‍દિરા ગાંધીના દ્યરમાં રહેવાનું શરૂ ક્‍યું. આ દરમિયાન અને તેમના પતિના વડાપ્રધાન પદ દરમિયાન તેઓ મોટાભાગે જાહેરજીવનથી દૂર રહ્યા હતા.

 તેમના પતિની હત્‍યા પછી કોંગ્રેસના નેતાઓએ તેમને સરકારમાં આમં્રિત ક્‍યા હતા, પરંતુ તેઓ રાજકારણથી દૂર રહ્યા હતા. ૧૯૯૭માં છેવટે તેઓ રાજકારણમાં જોડાયા અને પક્ષના પ્રમુખ તરીકે નામાંકિત થઇને ચૂંટાયા હતા. તેમના નેતૃત્‍વ નીચે કોંગ્રેસ પક્ષે ૨૦૦૪માં અન્‍ય મધ્‍ય-ડાબેરી પક્ષો સાથે મળીને સરકાર રચી હતી. યુનાઇટેડ પ્રોગ્રેસીવ એલાયન્‍સ (UPA)ની રચના અને વિસ્‍તાર માટે તેમને યશ અપાય છે અને ૨૦૦૯માં પણ કોંગ્રેસ પક્ષ સત્તામાં આવી. તેમણે ફરીથી કોઇ પદ સ્‍વીકાર્યું નહીં પરંતુ પક્ષ પ્રમુખ તરી કે ચાલુ રહ્યા અને રાષ્ટ્રીય સલાહકાર સમિતિમાં રહ્યા.

UPA સરકારના બીજા શાસનના પાછલા ભાગમાં તેમણે સક્રિય રાજકારણમાં રસ લેવાનો ઓછો કર્યો. અત્‍યાર સુધી પાંચ વિદેશમાં જન્‍મેલા નેતાઓ કોંગ્રેસના પ્રમુખ રહ્યા હતા, તેમ છતાં ૧૯૪૭ પછી વિદેશમાં જન્‍મેલા અને પ્રમુખ રહેલા પ્રથમ નેતા હતા. તેમની કારર્કિદી દરમિયાન તેમણે રાઇટ ટુ ઇન્‍ફોમેંશન, ફૂડ સિક્‍યુરિટી બિલ, મનરેગા જેવી યોજનાઓ અમલમાં મૂકી હતી તેમજ બોફોર્સ કૌભાંડ અને નેશનલ હેરાલ્‍ડ કેસ જેવી બાબતોમાં સંડોવાયા હતા. તેમના વિદેશી કુળમાં જન્‍મનો મુદ્દો ચચાસ્‍પદ અને વિવાદાસ્‍પદ બન્‍યો છે. તેઓ સરકારમાં કોઇ જાહેર પદ પર ન રહ્યા હોવા છતાં દેશના શક્‍તિશાળી નેતાઓમાંના એક તેમજ વિશ્વના પણ શક્‍તિશાળી નેતાઓમાંના એક ગણાય છે.

 પૂરૂ નામઃ- સોનિયા ગાંધી

 જન્‍મ :- ૯ ડિસેમ્‍બર - ૧૯૪૬

 લુસિના, વેનેટો, ઈટાલી

 રાષ્ટ્રીયતા :- ઈટાલી (૧૯૪૯-૧૯૮૩)

ભારતીય(૧૯૮૩થી હાલમાં)

 રાજકીય પક્ષઃ- ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસ અધ્‍યક્ષ

 કાર્યક્ષેત્રઃ- લોકસભાના સભ્‍ય, અમેઠી વિસ્‍તાર

(4:24 pm IST)