Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

લગ્ન વગર કપલ હોટલમાં ઉતરે તો ગુન્‍હો નથીઃ હાઇકોર્ટ

ચેન્નાઇ તા. ૯ :.. મદ્રાસ હાઇકોર્ટે કહયું છે કે બે પુખ્‍તવયની વ્‍યકિત લિવ ઇનમાં રહે તો તે અપરાધ નથી એવામાં પુખ્‍તવયના અવિવાહિત યુવક-યુવતીઓ સાથે જો હોટલના રૂમમાં રહે તો તે પણ કોઇ જાતનો ગુનો નથી.

હાઇકોર્ટે આ ફેંસલો કોઇમ્‍બતુરના એક એપાર્ટમેન્‍ટનું સીલ ખોલવાની અરજી પર સુનાવણી કરતી વેળાએ સંભળાવ્‍યો હતો.

આ વર્ષે જુનમાં પોલીસના દરોડા દરમ્‍યાન એપાર્ટમેન્‍ટના રૂમમાં ઉતરેલા વ્‍યકિત  પાસેથી દારૂની બોટલી મળી હતી બીજા રૂમમાં અપરિણીત  કપલ મળી આવ્‍યું હતું . કોર્ટનું કહેવું છે કે અવિવાહિત કપલ રહે તેના આધારે સંકુલને સીલ કરવાનું કઠોર પગલુ લેવું ગેરકાનુની છે.

(4:21 pm IST)