Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

બુધવારે ઓશોનો ૮૯મો જન્‍મદિવસ

જમ્‍બો કેક કટીંગ, યૈસ ઓશો મેગેઝીન દ્વારા પ્રકાશીત ર૦ર૦ નું કેલેન્‍ડર-ડાયરીનું વિમોચનઃ ઓશો જન્‍મ દિવસની દુર્લભ વિડીયો દર્શાવાશેઃ નિતિનભાઇ મીષાી દ્વારા વિશેષ ધ્‍યાન, કાર્યક્રમનું સંચાલન પૂર્વિદિદિ માન નોંધણી શરૂ

રાજકોટ તા. ૯ : ઓશોના સુત્ર ઉત્‍સવ આચાર જાતી આનંદ આમાર ગૌત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્‍યાન શિબિરો સાહિત્‍ય પ્રદર્શનો ઓશો સન્‍યાસ ઉત્‍સવો ભજન-કિર્તન, ગીત-સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્‍સવો, વિશ્વ દિવસ વગેરે છેલ્લા ૩૪ વર્ષોથી રાજકોટમાં ર૪ કલાક ઓશો પ્રવૃત્તિથી ધમધમતુ વિશ્વનું એકમાત્ર ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાન મંદિરે અવાર નવાર ઉજવવામાં આવે છે.

મધ્‍યપ્રદેશ, જબલપુર પાસેનો નાનકડા ગામ કુંચવાડામાં પોતાના મોસાળે ભૌતિક દેહ સ્‍વરૂપે ઓશો જન્‍મ્‍યા, ઓશોનું બચપણનું નામ રજનીશચંદ્ર મોહન હતું સરસ્‍વતિ બહેન (માતા) તથા પિતા બાબુલાલજીના આ સંતાનનો શરૂઆતના ૭ વર્ષ સુધીનો ઉછેર નાના-નાની સાથે થયો.

આગામી તા.૧૧ ડીસેમ્‍બર બુધવારના રોજ ઓશોનો ૮૯ મો જન્‍મ દિવસ તથા ૧ર ડીસે.પુનમ નિમિતે ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાન મંદિરના સંચાલક સ્‍વામિસત્‍ય પ્રકાશે બે દિવસીય ઓશો ધ્‍યાન શિબિરનું આયોજન કરેલ છે બન્ને દિવસથી ઓસો ધ્‍યાન શિબિરનો સમય બપોરના ૩ થી રાત્રીના ૮-૩૦ રાખવામાં આવ્‍યો છે શિબિર દરમ્‍યાન ઓશોના વિવિધ ધ્‍યાન પ્રયોગો, જમ્‍બો કેક કટીંગ, યેસ ઓશો મેગેઝીન દ્વારા પ્રકાશીત ર૦ર૦ની ડાયરી તથા કેલેન્‍ડરનુ વિચોમન, પુનાથી ઓશો જન્‍મ દિવસની દુર્લભ વિડીયો દર્શાવવામાં આવશે, ઓશો જન્‍મદિવસના વિશેષ કિર્તન, નિતીનભાઇ મિષાી દ્વારા વિશેષ કિર્તન, નિતીનભાઇ મીષાી દ્વારા વિશેષ ધ્‍યાન, સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂર્વિદીદી (માં સુરંજના) કરશે તથા શિબિરનું સંચાલન સ્‍વામિ સત્‍યપ્રકાશ કરશે. શિબિર બાદ રાત્રે ૮-૩૦ વાગ્‍યે મહાપ્રસાદ (હરિહર)નું આયોજન કરવામાં આવ્‍યું છે.

ઉપરોકત ઓશોનો ૮૯માં જન્‍મોત્‍સવમાં સહભાગી થવા ઓશો ન્‍યાસી તથા પ્રેમીઓને ઓશો ઇનર સર્કલે અનુરોધ કરેલ છે. એસએમએસથી નામ નોંધાવી દેવું.

સ્‍થળ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવર બ્રિજ પાસે, ડી માર્ટની પાછળની શેરી, વૈદવાડી શેરી નં. ૪ રાજકોટ

વિશેષ માહિતી સ્‍વામિ સત્‍યપ્રકાશ-૯૪ર૭ર પ૪ર૭૬-સંજીવ રાઠોડ ૯૮ર૪૮ ૮૬૦૭૦(૬.૧૯)

(4:17 pm IST)