Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

પાલીમાં હત્‍યા પહેલા બળાત્‍કારનો પ્રયાસ પોલીસે હજુ સુધી એ કલમ નથી ઉમેરી !!

ભોગ બનનારે બચાવો... બચાવો.. બૂમ પાડી પણ કોઇ મદદે ન આવ્‍યું.. : મૃતદેહ ઉપર ‘બટકા' ભર્યાના નિશાન : ૧પ થી વધુ ઘા ઝીંકયા..

પાલી, તા. ૯ : હૈદ્રાબાદની ઘટનાથી દેશભરમાં હોબાળો છે, ત્‍યાં પાલી જીલ્લામાં દેસૂરી ક્ષેત્રમાં આવેલ નારસાઇ ગામના જંગમાં ૪ દિ' પહલા તિક્ષણ હથીયારથી એક લગ્ન કરેલ યુવતીની કરપીણ હત્‍યાની ઘટનામાં નવો વળાંક આવ્‍યો છે.

ઘટનાના ૪ દિવસ બાદ પોલીસ એવું માની રહી છે કે યુવતી સાથે બળાત્‍કારનો પ્રયાસ થયો છે, તેના વિમેશ એફએસએલમાં મોકલવામાં આવ્‍યા છે. મેડીકલ બોર્ડના મેડીકલ જયુરિસ્‍ટે પણ જણાવ્‍યું હતું કે મૃતકના શરીર ઉપર બટકા ભરવાના નિશાન મળ્‍યા છે અને મૃતકના શરીર ઉપર ૧પ થી વધુ ઘાના નિશાનો પણ મળ્‍યા છે. વિવાહીતા સાથે બળાત્‍કારનો પ્રયાસ તો થયો છે, પણ પોલીસ કોઇ કારણોસર આ બાબત દબાવી રહી છે. પોલીસે બળાત્‍કારની કલમ હજુ આ કેસમાં ઉમેરી નથી. પોલીસની તપાસ સામે હવે પ્રશ્નો ઉભા થયા છે. મામલાએ ગરમસ્‍વરૂપ પકડી લીધું છે.

બીજી બાજુ પાલીના એસપી શ્રી આનંદ શર્માએ પણ જણાવ્‍યું હતું કે હત્‍યા પહેલા યુવતી સાથે બળાત્‍કાર પ્રયાસ તો થયો છે, પીએમ રીપોર્ટ બાદ જાણી શકાશે કે બળાત્‍કાર થયો છે કે નહીં.  આ લગ્ન કરેલ યુવતી જોસને નદી કિનારે ગયા ગુરૂવારે લઇ હતી હતી તેનાથી અર્ધા કિમી દૂર તેની બહેન અને કાકા હાજર હતા. મરનારની બચાવો.. બચાવોની બૂમો તેની બહેન કાકાએ સાંભળી... પણ કોઇ બચાવવા ન આવ્‍યું અમે ઘટના સ્‍થળે પહોંચ્‍યા તો લોહી લુહાણ હાલતમાં મારી બહેનનો મૃતદેહ જોવા મળ્‍યો હતો.

(2:59 pm IST)