Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

કર્ણાટકમાં યિદદીયુરપ્પા સરકારને જીવતદાન : ભાજપનો 12 સીટમાં વિજય

યેદીયુરપ્પાએ ઉત્સાહમાં એમ પણ કહી દીધું કે 12માંથી 11ને કેબિનેટ મંત્રીનું પદ આપીશ

બેંગ્લુરુ : કર્ણાટકના યેદ્દીયુરપ્પાની ભાજપની ચાર મહિના જૂની સરકારનું ભાવી આજે નક્કી થઈ ગયું છે. કર્ણાટકમાં 15માંથી 12 સીટો પર ભાજપ વિજેતા બની છે. કોંગ્રેસને માત્ર 2 સીટો મળી છે. જેડીએસ તો પોતાનું ખાતુ પણ ખોલી શકી નથી. હવે બીજેપી પાસે 117 સીટો થઈ ગઈ છે. યેદીયુરપ્પાએ તો ઉત્સાહમાં એમ પણ કહી દીધું છે. 12માંથી 11ને કેબિનેટ મંત્રીનું પદ આપીશ

(1:41 pm IST)