Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

નાગપુરમાં 32 વર્ષના ઢગાએ પ વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી નાખી : ધરપકડ

બાળકીનો મૃતદેહ નજીકના જંગલમાંથી મળી આવ્યો

નાગપુર : દેશભરમાં મહિલાઓ અને બાળકીઓ વિરૂદ્ધ થઈ રહેલા ગુનાઓની ઘટનાને લઈને પ્રદર્શનો થઈ રહ્યાં છે, તેમ છતાં દુષ્કર્મની ઘટનાઓ રોકવાનું નામ નથી લઈ રહી. આવી જ એક શર્મજનક કિસ્સો મહારાષ્ટ્રના નાગપુરમાં સામે આવ્યો છે, જ્યાં એક 32 વર્ષના શખ્સે 5 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો જે બાદ તેની હત્યા કરી દીધી હતી

 નાગપુર ગ્રામીણ એસપી રાકેશ ઓલાએ જણાવ્યું કે બાળકીનો મૃતદેહ નજીકના જંગલમાંથી મળી આવ્યો હતો. આ ઘટના નાગપુરના કલમેશ્વસ વિસ્તાર અંતર્ગત આવતા લિંગા ગામની છે. જ્યાં 32 વર્ષના એક નરાધમે 5 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો જે બાદ તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે આ મામલે તપાસ કરી નરાધમ આરોપીની ધરપકડ કરી છે.

(12:28 pm IST)