Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

યુ.એસ.માં કનેક્ટીકટ રાજ્યના ડેમોક્રેટ સેનેટર શ્રી રિચાર્ડ બ્લ્યુમેથલના પાર્ટી ફંડ માટે મીટીંગનું આયોજન કરાયું : રાજ્યના ઇન્ડિયન કોમ્યુનિટી સંગઠનના ઉપક્રમે યોજાયેલી મિટિંગમાં ગુજરાતી સમાજ ,વલ્લભધામ ટેમ્પલ ,સૌરાષ્ટ્ર સમાજ ઓફ અમેરિકા ,નોર્થ ઇન્ડિયા સમાજ સાઉથ ઇસ્ટ ઇન્ડિયા સહિતના પ્રતિનિધિઓ અને વરિષ્ઠ ઉદ્યોગપતિઓ ,ડોક્ટર્સ ,વગેરે ની ઉપસ્થિતિ : કોમ્યુનિટી માટે કોઈપણ સમયે કામ આવવા શ્રી રિચર્ડએ કટિબધ્ધતા વ્યક્ત કરી

કનેક્ટીકટ : કનેક્ટીકટ રાજ્યના ખુબ લોકપ્રિય સેનેટર શ્રી રિચાર્ડ બ્લ્યુમેથલના પાર્ટી ફંડ માટે રાજ્યની ઇન્ડિયન કોમ્યુનિટીના સંગઠન અને ટોચના અગ્રણીઓએ આજરોજ એક મીટીંગનું આયોજન કર્યું હતું

માન્ચેસ્ટરના કુમાર રેસ્ટોરન્ટના હોલમાં શ્રી સુરેશ શર્મા ,અને શ્રી ભીમાભાઇ રણમલ મોઢવાડિયાની આગેવાનીમાં રાજ્યમાંથી ગુજરાતી સમાજ ,વલ્લભધામ ટેમ્પલ ,સૌરાષ્ટ્ર સમાજ ઓફ અમેરિકા ,નોર્થ ઇન્ડિયા સમાજ સાઉથ ઇસ્ટ ઇન્ડિયા અને વરિષ્ઠ ઉદ્યોગપતિઓ ,ડોક્ટર્સ ,વગેરે હાજર રહ્યા હતા

શ્રી રિચાર્ડ બ્લ્યુમેથલ ( ડેમોક્રેટ પાર્ટી ) 2011 થી સ્ટેટના સેનેટર છે.રાજ્યના પૂર્વ એટર્ની જનરલ પણ રહી ચુક્યા છે.હાલમાં અમેરિકાની સરકારમાં જ્યુડીશીઅરી ,લેબર ,હેલ્થ ,આર્મી સર્વીસ ,એજ્યુકેશન, લેબર ,અને પેનશન જેવી અગત્યની કમિટીમાં ખુબ મહત્વનું સ્થાન ધરાવે છે.

શ્રી બ્લ્યુમેથલએ જણાવ્યું હતું કે 1935 માં મારા પિતાજી જર્મનીથી રેફ્યુજી તરીકે અમેરિકા આવ્યા હતા.વિશ્વમાં અમેરિકા એક એવો દેશ છે જ્યાં સમાન તકો છે.

અમેરિકામાં વસતા એશિયન ઇન્ડિયન લોકો ખુબ પુરુષાર્થથી અહીંયા વિકાસ પામ્યા છે.ડોક્ટર્સ ,એન્જીનીયર્સ ,ઉદ્યોગપતિઓ ,રિટેઇલરો ,હોટેલ ઉદ્યોગ સહિત વિવિધ ક્ષેત્રમાં ખુબ રોજગારી ઉભી કરી છે.

આપ સૌને ક્યારેય પણ મારી જરૂરિયાત હોય તો કોઈપણ સમયે મારો સંપર્ક કરી શકો છો.

અગત્યના સમારંભમાં ગુજરાતી સમાજના આગેવાનો શ્રી ભીમાભાઇ મોઢવાડીયા ,ભાસ્કર સુરેજા ,રાજીવ દેસાઈ ,સંજય શાહ ,પ્રવીણ ડેડાણિયા ,હસુ વિરોજા ,સુરેશ દેસાઈ ,દીપેન ડેડાણિયા ,ભરત રાણા ,જયેશ પટેલ ,વિપુલ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.તેવું શ્રી ભાસ્કર સુરેજાની યાદી જણાવે છે.

(12:11 pm IST)
  • શુક્રવારે જયારે કેન્‍દ્રીય મંત્રી સ્‍મૃતિ ઇરાની ઉન્નાવકાંડ અંગે લોકસભામાં પ્રતિભાવ આપી રહયા હતા ત્‍યારે કોંગ્રેસના ૨ સાંસદોએ જાણે હુમલો કરવા આવતા હોય તેમ સ્‍મૃતિજી સામે બાંયો ચઢાવી ઉભા રહી ગયેલ. આ બનાવના ગંભીર પડઘા પડયા છે. આ બંને કોંગી સાંસદો સામે કાનુન મુજબ પગલાઓ લેવામાં આવશે તેવી ખાત્રી લોકસભામાં અધ્‍યક્ષીશ્રીએ આપી હતી. access_time 1:40 pm IST

  • લોકસભામાં નાગરીક સંશોધન બીલ રજૂ કરવામાં આવ્‍યુ : લોકસભામાં ભારે હોબાળો જોવા મળ્‍યો : લોકસભામાં કોંગ્રેસના લીડર અધીરરંજન ચૌધરીની માફીની માંગ કરતી બીજેપી : વિપક્ષે લોકસભામાં ભારે ધમાલ મચાવી : શાહે કહ્યું અમે કોઈ અલ્‍પસંખ્‍યક વિરૂદ્ધ નથી : બીલ અંગે દરેક સવાલના જવાબ આપવા કેન્‍દ્ર સરકાર તૈયાર : વિપક્ષનો કેન્‍દ્ર સરકાર ઉપર આરોપ : સરકાર મુસ્‍લિમોને નિશાન બનાવી રહી છે : લોકસભામાં કોંગ્રેસે નાગરીકતા સંશોધન બીલનો ભારે વિરોધ કર્યો access_time 12:57 pm IST

  • રાજકોટ ના હાર્દસમા કાલાવડ રોડ પર આવેલ કે.કે.વી હોલ ચોક પાસે આવારા તત્વો દ્વવારા છોકરીઓની ખુલ્લેઆમ છેડતી કરવા માં આવેલ : છેડતી કરી આવારા તત્વો ફરાર : પોલીસ ઘટના સ્થળે : હિંમતવાન દીકરીઓ દ્વારા ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરાઈ access_time 2:25 am IST