Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

મોટી શહેરી સહકારી બેન્કોને હવે બેન્કિંગ એક્ટ હેઠળ આવરી લેવાશે

બેિન્કંગ નિયમન અધિનિયમ ની જોગવાઈઆે લાગુ પડશે

નવી દિલ્હી : દેશમાં હવે મોટા આકારની શહેરી સહકારી બેંકો બેિન્કંગ એક્ટ હેઠળ મૂકી દેવામાં આવશે. અત્યારે આવી બેન્કો એકલ રુપથી ચાલી રહી છે પરંતુ હવે તેને બેિન્કંગ નિયમન અધિનિયમની જોગવાઈઆે લાગુ પડશે અને આ માટે તૈયારી ચાલી રહી છે.નાની સહકારી બેંકો પહેલાની જેમ જ સહકારી સમિતિઆેનાં ના દેખરેખ હેઠળ રહેશે.

   આ પગલું લેવાયા બાદ 53 વર્ષોથી ચાલી રહેલા બેવડા નિયમનનો વિવાદાસ્પદ મુદ્દાે પણ ઉકેલાઈ જશે. આ બારામાં સરકાર અને નાણા મંત્રાલય જરુરી સૂચનો મેળવ્યાં છે અને બેઠકોના દોર ચલાવ્યા હતા અને ત્યારબાદ જાહેરાત કરવામાં આવી છે કે દેશની મોટી શહેરી સહકારી બેંકો હવે બેિન્કંગ એક્ટ હેઠળ આવી જશે અને ટૂંક સમયમાં ફાઇનલ નિર્ણય જાહેર કરી દેવામાં આવશે. આ બારામાં સરકારે ખૂબ જ ગંભીરતાથી આગળ વધવાનું નક્કી કર્યું છે.

 1966માં બેિન્કંગ અધિનિયમમાં લાગુ થયેલા ફેરફારો બાદ શહેરી સહકારી બેંકોને રિઝર્વ બેંક ના દાયરામાં લાવવામાં આવી હતી. જોકે સહકારી સમિતિ ના રજીસ્ટ્રાર ને આવી બેંકોના બોર્ડમાં અને સંબંધિત મામલાઆેમાં સાથે રાખવામાં આવ્યા હતા.
   છેલ્લા 53 વર્ષોથી આ સહકારી બેંકોના ક્ષેત્રમાં બેવડા નિયમન અંગે સતત વિવાદ થતા રહ્યા હતા અને હવે આ વિવાદનો પણ અંત આવી જવાની ધારણા છે સરકાર ટૂંક સમયમાં જ આ બારામાં પોતાનો ફાઇનલ નિર્ણય જાહેર કરી દેશે.

(3:50 pm IST)