Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ગાયોમાં રહેલા ગુણોથી લોકોને માહિતગાર કરવા ડોકયુમેન્ટેશન કરવાની જરૂર છે : મોહન ભાગવતજી

ગાયની સેવા કરવાથી કેદીઓની ગુનાહિત પ્રવૃતિમાં ઘટાડો થાય છે

પુણે : જેલમાં રાખવામાં આવેલા કેદીઓ દ્વારા જો ગાયની સેવા કરવામાં આવે તો તેમની ગુનાહિત પ્રવૃતિમાં ઘટાડો થાય છે તેમ આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે ગૌ વિજ્ઞાન સંશોધન સંસ્થાના એક કાર્યક્રમમાં કહ્યું હતું. ગાયમાં રહેલા ગુણો અને મહત્વથી લોકોને માહિતગાર કરવા તેનું ડોકયુમેન્ટેશન કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે ગાય એ બ્રહ્માંડની માતા છે. તે માટી, પશુ, પક્ષીઓ અને મનુષ્યને પણ પોષે છે અને અનેક રોગોથી બચાવે છે. માનવીના હૃદયને ફૂલની જેમ કોમળ બનાવે છે. જયારે જેલમાં ગૌ શાળા બનાવવામાં આવી અને કેદીઓ દ્વારા ગાયની સેવા કરવામાં આવે છે.

દેશોમાં જે સંગઠનો દ્વારા રસ્તા પર રખડતી ગાયોને આશ્રય આપવામાં આવે છે તેમની પાસે હવે જગ્યા ઘટતી જાય છે. સમાજમાં જો દરેક વ્યકિત એક ગાયને પાળે તો રસ્તે રખડતા ઢોરોની સમસ્યા ઉકેલી શકાય અને ગાયોને કતલખાને જતી બચાવી શકાય.

(11:42 am IST)