Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

આર્થિક મંદીમાં પણ રાજકીય પક્ષોની આવકમાં ૨૫૧ ટકાનો વધારોઃ ૧૭ની આવક વધીઃ ૬ની ઘટી

ભાજપ-કોંગ્રેસ સહિત ૩૫ પક્ષોએ જાહેર નથી કરી આવક : ૨૩ પક્ષોની આવક ૩૨૯ કરોડથી વધી ૧૧૫૫ કરોડ થઇ

નવી દિલ્હી,તા.૯: રાજકીય પક્ષોની આવકમાં ૧ વર્ષમાં ૨૫૧ ટકાનો વધારો થયો છે.જો કે ભાજપ- કોંગ્રેસ સહિત ૩૫ પક્ષોએ પોતાની આવક દર્શાવી નથી.

દેશનાં રાજકીય પક્ષોને દાનભેટ , સભ્ય ફી તેમજ દાન સ્વરૂપે દર વર્ષે થોડી દ્યણી રકમ મળતી જ રહે છે અને તેમની તિજોરી ભરાતી રહે છે. સમીક્ષા હેઠળનાં ૨૦૧૮-૧૯નાં વર્ષમાં દેશનાં ૨૫ રાજકીય પક્ષોની આવક રૂ. ૩૨૯ કરોડથી વધીને રૂ. ૧,૧૫૫ કરોડ થઈ છે. આમ એક વર્ષમાં રાજકીય પક્ષોની આવકમાં ૨૫૧ ટકાનો વધારો થયો છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)નાં રિપોર્ટમાં આ વિગતો આપવામાં આવી છે.

વર્ષ ૨૦૧૮-૧૯માં સૌથી વધુ આવક ઓડિશાનાં બીજુ જનતા દળની થઈ છે. જયારે બીજા નંબર પર તૃણમૂલ કોંગ્રેસ અને ત્રીજા નંબરે તેલંગણા રાષ્ટ્ર સમિતિ (TRS)ની આવક થઈ છે. આ ત્રણેય પક્ષોની આવક રૂ. ૬૩૦. ૬૭ કરોડ છે. જે તમામ પક્ષોની આવકનાં ૫૪ ટકા થવા જાય છે.

પક્ષ આવક (રૂપિયામાં)                 ટકાવારી

બીજેડી- ૨૪૯.૩૧ કરોડ                 ૨૧.૪૪ %

તૃણમૂલ કોંગ્રેસ- ૧૯૨.૬૫ કરોડ        ૧૬.૫૬ %

ટીઆરએસ- ૧૮૮.૭૧ કરોડ            ૧૬.૨૨ %

વાઈએસઆર કોંગ્રેસ- ૧૮૧.૦૮ કરોડ   ૧૫.૫૭ %

સીપીએમ- ૧૦૦.૯૬ કરોડ              ૮.૬૮ %

અન્ય- ૨૫૦.૪૬ કરોડ                     ૧.૫૩%

૧૭ પક્ષોની આવક વધી જયારે ત્રણની દ્યટી

રિપોર્ટમાં જણાવ્યા મુજબ જે ૨૫ પક્ષોની આવકનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે તેમાં ૧૭ પક્ષોની આવક વધી છે જયારે ૩ પક્ષોની આવક દ્યટી છે. ટોચનાં ૫ પક્ષોમાં માકપાની આવક દ્યટી છે. બે પક્ષોની આવકનાં આંકડા મળ્યા નથી.

પક્ષ            ૨૦૧૭-૧૮     ૨૦૧૮-૧૯

બીજેડી          ૧૪.૧૧        ૨૪૯.૩૧

ટીએમસી        ૫.૧૭         ૧૯૨.૬૫

ટીઆરએસ      ૨૭.૨૭        ૧૮૮.૭૧

YSR કોંગ્રેસ     ૧૪.૨૪         ૧૮૧.૦૮

સીપીએમ       ૧૦૪.૮૪       ૧૦૦.૯૬

(તમામ આંકડા કરોડમાં દર્શાવેલ છે.)

(10:21 am IST)