Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

હાય હાય...ફકત ૫ ટામેટાની કિંમત ૫ લાખ રૂપિયા, લોકો કઈ રીતે ભોજન કરતા હશે?

ભારતમાં ડુંગળીનો ભાવ એક કિલોના ૨૦૦ રૂપિયા પહોંચતા તો હાહાકાર મચી ગયો છે. પરંતુ એક દેશ એવો પણ છે જયાં હાલના સમયમાં માત્ર ૫ ટામેટા ખરીદવા માટે લોકોએ ૫૦ લાખ ચૂકવવા પડી રહ્યાં છે

નવી દિલ્હી,તા.૯: ભારતમાં ડુંગળી (Onion) ના વધતા ભાવોના કારણે જનતાની સાથે સાથે સરકારની પણ ઊંદ્ય ઉડી ગઈ છે. ૧૦-૧૫ રૂપિયે કિલો વેચાતી ડુંગળી માર્કેટમાં ૨૦૦ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. બજારમાં સામાન્ય માણસ તો ડુંગળીનો જાણે ભાવ પૂછીને જ સંતોષ માણી રહ્યો છે. આ બાજુ સરકારની પણ તમામ કોશિશો હજુ સફળ થઈ શકી નથી. વાત જાણે એમ છે કે ભારતમાં ખાદ્ય પદાર્થોના ભાવ વધવાના કારણે ઓકટોબરમાં રિટેલ મોંદ્યવારી દર વધીને ૪.૬૨ પર પહોંચી ગયો. કહેવાય છે કે ડુંગળી, ટામેટા (Tomato)  અને અન્ય શાકભાજીઓના ભાવમાં ૨૬ ટકા જેટલો માતબાર વધારો થવાના કારણે રિટેલ મોંદ્યવારીમાં વધારો થયો. આટલી મોંદ્યવારી વધવા છતાં રાહતની વાત એ છે કે દુનિયાના સૌથી વધુ મોંદ્યવારીવાળા ૫૦ શહેરોમાં ભારતનું નામ નથી.

ભારતમાં ડુંગળીનો ભાવ એક કિલોના ૨૦૦ રૂપિયા પહોંચતા તો હાહાકાર મચી ગયો છે. પરંતુ એક દેશ એવો પણ છે જયાં હાલના સમયમાં માત્ર ૫ ટામેટા ખરીદવા માટે લોકોએ ૫૦ લાખ ચૂકવવા પડી રહ્યાં છે. આવી ભયાનક સ્થિતિ વેનેઝુએલા (Venezuela) ની છે. આ દેશમાં ફકત ૫ ટામેટાની કિંમત ૫૦ લાખ બોલિવર છે (બોલિવર વેનેઝુએલાની કરન્સી છે).

વેનેઝુએલામાં લોકો બેગમાં નોટો ભરીને શાકભાજી ખરીદવા માટે આવે છે. આ એક એવો દેશ છે જયાં વધતી જતી મોંદ્યવારીના કારણે લોકો દિવસમાં એકવાર જ ભોજન કરે છે. હાલના એક રિપોર્ટ મુજબ વેનેઝુએલામાં લોકોએ ૫ ટામેટા ખરીદવા માટે ૫૦ લાખ બોલિવર ખર્ચ કરવા પડી રહ્યાં છે. બોલિવર વેનેઝુએલાની કરન્સી છે. વેનેઝુએલામાં મોંદ્યવારી દર ૯૨૯૭૮૯.૫ ટકા છે.

ચીજના ભાવ એટલા વધી ગયા છે કે લોકો એક પેકેટ બ્રેડ માટે પણ કોથળા ભરીને નોટો લાવે છે. આટલી મુશ્કેલીઓ જોતા વેનેઝુએલાના કેન્દ્રીય બેંક વધુ મોટા મૂલ્યવાળી બેંક નોટ બહાર પાડવા જઈ રહી છે. હકીકતમાં આ લેટિન અમેરિકન દેશ અનેક કારણોસર મોંદ્યવારી સામે ઝઝૂમી રહ્યો છે. વેનેઝુએલા પાસે એક સમયે દુનિયાનો સૌથી મોટો તેલ ભંડાર હતો અને તે સમૃદ્ઘ દેશોમાં સામેલ હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીંની અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ ગઈ છે.

(10:17 am IST)