Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન - ૭૪

આંતર દ્રષ્‍ટિ

‘‘દરેક અંતરદ્રષ્‍ટિ પછી ભલે તેના પર વિશ્વાસ કરવુ ખૂબ જ અઘરૂ હોય, તે મદદ કરે છે. તે બધાની વિરૂદ્ધ જતી હોય છતા પણ તે મદદ કરે છે અહમને ઠેસ પહોંચાડતી હોય છતાપણ તે મદદ કરે છે. આંતરદ્રષ્‍ટિ જ એકમાત્ર મીત્ર છે.''

વ્‍યકિતએ બુદ્ધિ અને તર્કનો ઉપયોગ કર્યા વગર કોઇપણ હકીકતને જાણવા માટે તૈયાર રહેવુ જોઇએ આ અંતરદ્રષ્‍ટિથી જ ઘણી બધી વસ્‍તુઓ બનશે પરંતુ તમે કોઇપણ બાબતમાં પહેલી -અંતરદ્રષ્‍ટિ ચુકી જશો તો તમે ગૂંચવાડામાં અને મુંઝવણમાં રહેશો. ઘણી બધી સમસ્‍યાઓ હશે પરંતુ સમાધાનની કોઇ અંતરદ્રષ્‍ટિ નહી હોય કારણ કે પ્રથમ ચરણથી જ સત્‍યને સ્‍વીકારવામા નથી-આવ્‍યુ તેથી તમે તમારી જાતને જ છેતરી રહ્યા છો.

ઘણા લોકોને ઘણી બધી સમસ્‍યાઓ છે પરંતુ તે સમસ્‍યાઓ હકીકતમાં નથી. નવાણુ ટકા સમસ્‍યાઓ ખોટી છે. જો તેના ઉકેલ નહી લાવવામાં આવે તો તમને તકલીફ થશે અને તેનો ઉકેલ લાવવામાં આવે તો પણ કઇ નહી થાય કારણ કે તે ખરેખર તમારી સમસ્‍યાઓ છે જ નહી. જયારે તમે કેટલીક ખોટી સમસ્‍યાઓને ઉકેલો છો ત્‍યારે તમે બીજી સમસ્‍યાઓ ઉત્‍પન્‍ન કરી દો છો. તેથી સૌથી પહેલા ઉંડે-ઉતરીને એ સમજવાનું છે કે સાચી સમસ્‍યા શું છે અને તેને જેમ છે તેમ જોવાની છે ખોટાને ખોટા તરીકે જોવુ એ જ સાચાને સાચા તરીકે જોવા શકતીમાન બનવાની શરૂઆત છે.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૪ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:14 am IST)