Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

સરકાર બેન્કરપ્સી કોડમાં ફેરફાર કરવા વિચારે છે

નાદાર કંપનીઓના નવા માલિકોને રક્ષણ આપવા માટે

મુંબઇ, તા.૯:  કન્દ્ર સરકાર બેન્કરપ્સી કોડમાં ફેરફાર કરવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નાદાર કંપનીઓના નવા માલિકોને રક્ષણ આપવા કેબિનેટ ત્રણ વર્ષ જુના ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી (IBC) કાયદામાં ફેરફાર કરે તેવી શકયતા છે.

સૂત્રએ જણાવ્યું હતું કે 'સરકાર IBC એમેન્ડમેન્ટ માટે ટૂંક સમયમાં કેબિનેટની મંજૂરી માંગશે, જે તેમને NCLT રુટ દ્વારા ખરીદેલી એસેટ્રસને કોઇ પણ પ્રકારની કાર્યવાહીમાંથી રક્ષણ આપશે. આ પગલાથી ડિસ્ટ્રેસ્ડ એસેટ્રસના ખરીદદારોનો ભરોસો વધશે. ઉલ્લેખનીય છે કે, તપાસ એજન્સીઝના ડરથી ઘણા લોકો ડિસ્ટ્રેસ્ડ એસેટ્રસ ખરીદતા ખચકાય છે.' ઇકોનોમિક ટાઇમ્સની ૪ ડીસેમ્બરની આવૃત્તિમાં જણાવાયું હતું કે, આર્સેલરમિત્તલે મોદી સરકારને એસ્સાર સ્ટીલ અથવા ભૂતપૂર્વ પ્રમોટર્સ રુઇયા ફેમિલી સામે ભવિષ્યની તપાસમાંથી રક્ષણ આપવા માંગણી કરી હતી. IBCના એમેન્ડમેન્ટ માટે સંસદની મંજૂરીની જરૂર પડશે. અત્યારે ચાલી રહેલું સંસદનું સત્ર ૧૩ ડીસેમ્બરે પુરૂ થવાનું છે. ઉલ્લેખનીય છે કે, IBCનો કાયદો ડીસેમ્બર ૨૦૧૬થી અમલી બન્યો હતો. ભૂષણ પાવર એન્ડ સ્ટીલના કેસમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક૮રે EDએ મની લોન્ડરિંગના આરોપસર સિંઘલ ફેમિલીની એસેટ્રસ ટાંચમાં લીધા પછી ડિસ્ટ્રેસ્ડ એસટ્રસના  ખરીદદારો ચિંતિત બન્યા હતા.  JSE સ્ટીલ જયારે ભૂષણ પાવરને ખરીદવાની તૈયારી કરી રહી હતી. ત્યારેજ કંપનીની એસટ્રસ ટાંચમાં લેવાઇ હતી. તેને લીધે આવી  એસેટ્રસ ખરીદવા ઇચ્છૂક કંપનીઓ ચિંતીત બની હતી. ભૂષણ પાવર કેસમાં ED અને NCLAT વચ્ચે નાદાર કંપનીની એસટ્રસ પર પ્રથમ હકના મુદે ચર્ચા થઇ હતી. ઓકટોબરમાં NCLAT એ ED ને ભૂષણ પાવર અએન્ડ સ્ટીલની એસેટ્રસ ટાંચમાંથી મુકત કરવા આદેશ આપ્યો હતો.

IBCમાં એમેન્ડમેન્ટ્રસની માહિતી પ્રાપ્ત થઇ નથી, પણ ઉદ્યોગ વર્તુળોના જણાવ્યા અનુસાર આવા કેસમાં સંપૂર્ણ રક્ષણની વિપરીત અસર થઇ શકે.

ઉપરાંત, આ પ્રકારના રક્ષણથી રાઉન્ડ-ટ્રિપિંગને પ્રોત્સાહન મળશે. સૂત્રએ જણાવ્યું હતું કે, 'દરેક સ્થિતિમાં એક જ નિયમ લાગુ ન પડી શકે. એટલે સરકારે નાદાર કંપનીઓના કેસમાં રક્ષણ આપણી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. એવું નહીં થાય તો ગેરકાયદેસર માર્ગે થયેલા એસેટ્રસના વેચાણને પણ ભવિષ્યની કાર્યવાહીમાંથી મુકિત મળી શકે. આવી એસેટ્રસ પર સરકારનો હક હોવો જરૂરી છે. 'જોકે, અન્ય બેન્કરના જણાવ્યા અનુસાર નવા ખરીદદારને રક્ષણ આપતી વખતે આવી દલીલ કરી શકાય નહીંફ તેમણે કહ્યું હતું કે, 'એમેન્ડમેન્ટ વગર પણ IBCમાં પ્રમોટસ પોતાની જ કંપની ફરી ખરીદવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેની મંજૂરી આપવામાં આવી ન હતી. આવા ટ્રાન્ઝેકકશન્સમાં સાવચેતી રાખવા સોદાની યોગ્ય તપાસ જરૂી છે.' આમ સરકારે અહીં પાછલા દરવાજેથી પણ માંદી પડેલી કંપનીને હસ્તગત કરવામાં ન આવે તે ધ્યાને પણ રાખવાનું છે.

(9:52 am IST)