Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

પીએમઓથી અર્થવ્યવસ્થાનું સંચાલન અને મંત્રીઓ પાસે કોઈ જ શક્તિ નહિ હોવાથી દેશમાં મંદીના સંકેત

રઘુરામ રાજને કહ્યું કે, ક્યાં ભૂલ થઇ છે આ સમજવા માટે સરકારની કેન્દ્રીકૃત પ્રકૃતિને સમજવાની જરૂર

નવી દિલ્હી : અર્થવ્યવસ્થાની મંદી પર ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે દેશ મંદીથી પસાર થઇ રહ્યો છે અને અર્થવ્યવસ્થામાં ભારે મંદીના સંકેત મળી રહ્યા છે. તેઓએ કહ્યું કે તેનું મુખ્ય કારણ અર્થવ્યવસ્થાનું સંચાલન વડાપ્રધાન કાર્યાલયથી થવું અને મંત્રીઓની પાસે કોઇ શક્તિ ન હોવું છે.

 એક મેગેઝિનમાં પોતાના લેખમાં અર્થવ્યવસ્થાને મુસીબતમાંથી નીકાળવા માટેના ઉપાયોની ચર્ચા કરતા રાજને મુડી લાવવા નિયમોને ઉદાર બનાવવા, ભૂમિ અને શ્રમ બજારોમાં સુધાર તથા રોકાણ અને ગ્રોથને પ્રોત્સાહન આપવા આહ્યાન કર્યું. તેઓએ સરકારને પ્રતિસ્પર્ધાને પ્રોત્સાહન આપવા અને ઘરેલૂ ક્ષમતામાં સુધાર લાવવા માટે વિવેકપૂર્ણ રીતે મુક્ત વ્યાપાર સમજુતીમાં સામેલ થવાનો આગ્રહ કર્યો.

રઘુરામ રાજને કહ્યું કે, ક્યાં ભૂલ થઇ છે આ સમજવા માટે આપણે વર્તમાન સરકારની કેન્દ્રીકૃત પ્રકૃતિને સમજવાની જરૂર છે. રઘુરામ રાજને કહ્યું કે, માત્ર નિર્ણય જ નહીં, પરંતુ વિચાર અને યોજનાઓ પર નિર્ણય પણ વડાપ્રધાનના કેટલાક નજીકના લોકો અને પીએમઓના લોકો લે છે. રાજને લખ્યું, 'પાર્ટીના રાજનૈતિક અને સામાજિક એજન્ડા માટે તો આ યોગ્ય છે. પરંતુ આર્થિક સુધારોના મામલાઓમાં તે કામ નહીં કરે. જ્યાં આવા લોકોને એ વિશે ખબર નથી કે રાજ્યથી અલગ કેન્દ્ર સ્તર પર અર્થવ્યવસ્થા કેવી રીતે કામ કરે છે.

તેઓએ કહ્યું કે ગત સરકારોનું ગઠબંધન ભલે જ નબળુ હોઇ શકે છે, પરંતુ તેઓએ સતત અર્થવ્યવસ્થાના ઉદારીકરણનો રસ્તો પસંદ કર્યો. રાજને કહ્યું, મંત્રીઓના શક્તિહીન હોવાની સાથે-સાથે સરકારનું વધુ પડતુ કેન્દ્રીકરણ અને દ્રષ્ટિકોણની કમી એ સુનિશ્ચિત કરે છે કે પીએમઓના ઇચ્છવા પર જ સુધારના પ્રયાસની પ્રક્રિયા આગળ વધે છે.

(12:00 am IST)