Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

લોકસભા-વિધાનસભામાં મહિલાઓ માટે એક તૃતીય બેઠકો અનામત રાખવા રાહુલ ગાંધીએ લખ્યો પત્ર

નવી દિલ્હી :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે અનામત બેઠકો માટે વકાલત કરી છે. તેને લઈને રાહુલ ગાંધીએ કોંગ્રેસ અને ગઠબંધન સરકારોને પત્ર લખ્યો છે અને એક તૃતીય બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની વાત કહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંઘીએ પત્રમાં મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં એક તૃતીય બેઠકો અનામત આપવા સાથે જોડાયેલા પ્રસ્તાવ પસાર કરવામાં કહ્યું છે.

   પત્રમાં રાહુલ ગાંધીએ લખ્યું હતુ કે મહિલાઓ સતત દેશમાં સારુ પ્રદર્શન કરી રહી છે અને મહત્વપૂર્ણ જવાબદારીઓ અદા કરી રહી છે. પરંતુ લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓની સંખ્યા ઘણી ઓછી છે. જ્યારે લોકશાહી સંસ્થાઓમાં તેમનું પ્રતિનિધિત્વ નહી વધે, ત્યાં સુધી મહિલા સશક્તિકરણને ગતિ નહી મળી શકે.

(10:42 pm IST)
  • રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો :નલિયા ૧૧.૭ ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર :પોરબંદર અને મહુવામાં ૧૨.૫ ડિગ્રી તાપમાન :અમરેલી ૧૩.૧ ડિગ્રી, વડોદરા ૧૩.૪ ડિગ્રી, ડીસા ૧૩.૯ ડિગ્રી, રાજકોટ ૧૪.૬ ડિગ્રી:સુરત ૧૫.૨ ડિગ્રી, અમદાવાદ ૧૫.૯ ડિગ્રી access_time 1:34 am IST

  • અમરેલી : સાવરકુંડલાના ખડસલી ગામે ધારાસભ્ય પ્રતાપ દુધાત વિરુદ્ધ બેનરો લાગ્યા:ચુંટણી જીત્યા બાદ ગામની મુલાકાત ન લેતા પ્રતાપ દુધાત ગુમ હોવાના પોસ્ટરો લાગ્યા :ધારાસભ્ય વિરુદ્ધ સ્થાનિક સરપંચ સહિત ગ્રામજનોએ સુત્રોચ્ચાર કર્યા access_time 8:08 pm IST

  • જામનગર - દેવભૂમિ દ્વારકાના સાંસદની પૂનમબેન માડમની પુત્રી શિવાનીનું દુ:ખદ અવસાન : સિંગાપોરમાં શિવાનીનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું : આજે મધરાત્રે શિવાનીનો પાર્થિવ દેહ હવાઈમાર્ગે દિલ્હી લાવવામાં આવશે : 21વર્ષીય શિવાની દિવાળીમાં દાઝી જતા સારવારમાં ખસેડવામાં આવી હતી : મુંબઈ અને બાદમાં સિંગાપોરમાં અપાઈ રહી હતી સારવાર : સારવાર દરમ્યાન શિવાનીનું મૃત્યુ થતા માડમ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે : શિવાનીની અંતીમક્રિયા આવતીકાલે દિલ્હી - નોઇડા ખાતે કરવામાં આવશે તેમ જાણવા મળે છે

    access_time 1:45 pm IST