Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

દિલ્હીની બેઠકમાં સામેલ થવા ઉપેન્દ્ર કુશવાહને ન મળ્યું એનડીએનું આમંત્રણ

જોકે કુશાવાહ દિલ્હી રવાના : ઉપેન્દ્ર કુશવાહાના રાજકારણથી એનડીએએ તેમનાથી અંતર બનાવ્યું

નવી દિલ્હી: બિહારમાં આરએએલએસપી પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાને લઇ રાજકારણ ગરમાયું છે.સંસદના શિયાળા સત્રને લઇ એનડીએના ઘટક દળની બેઠક થવાની છે. પરંતુ સમાચાર મળી રહ્યાં છે કે એનડીએની આ બેઠકમાં ઉપેન્દ્ર કુશવાહને આમંત્રિત કરવામાં આવ્યા નથી. જોકે ઉપેન્દ્ર કુશવાહા દિલ્હી રવાના થઇ ગયા છે.

એનડીએની બેઠકને લઇ ઉપેન્દ્ર કુશવાહ તરફથી સસ્પેન્સ છે. માનવામાં આવી રહ્યું છે કે ઉપેન્દ્ર કુશવાહા એનડીએની બઠકમાં સામેલ થવા ગયા છે. પરંતુ સમાચાર છે કે કુશવાહાને એનડીએની બેઠકમાં આમંત્રિક કરવામાં આવ્યા નથી. આ સાથે સ્પષ્ટ છે કે હવે ઉપેન્દ્ર કુશવાહાના રાજકારણથી એનડીએએ તેમનાથી અંતર બનાવ્યું છે

(10:38 pm IST)
  • પૂર્વ કેન્દ્રીયમંત્રી યશવંતસિંહાએ કહ્યું કે કેન્દ્ર સરકારે દેશની વિભિન્ન સંસ્થાનોને નષ્ટ કર્યા :ભાજપના પૂર્વ નેતાએ આરોપ લગાવતા કહ્યું કે કેન્દ્ર સરકારે કેન્દ્રીય મંત્રીમંડળ સહીત દેશની વિભિન્ન સંસ્થાનોને નષ્ટ કરી નાખી છે access_time 1:08 am IST

  • અમદાવાદ : હોમગાર્ડ જવાન પર ત્રણ યુવાનોએ ઘર પાસે બોલાવી હુમલો કર્યો :આરોપીની પત્નીનો ફોટો મોબાઈલમાં હોવાની શંકાએ માર માર્યો :વાસણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ access_time 1:36 am IST

  • કાશ્મીર ખીણમાં ઠાર થયો અત્યાર સુધીનો સૌથી નાની વયનો આતંકી :14 વર્ષનો મુદસીર ગત ઓગસ્ટમાં ગૂમ થયો હતો :શ્રીનગરના મજગુન્ડમાં થયેલી અથડામણમાં માર્યા હાયેલા આતંક્વદીઓમાં એક આતંકી કાશ્મીર ઘાટીના આતંકવાદના ઇતિહાસમાં સૌથી નાની વયનો હતો access_time 1:10 am IST