Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

તેલ કિંમતોમાં ઘટાડાનો દોર જારી : ક્રૂડની કિંમત વધુ ઘટી

પેટ્રોલની કિંમતમાં વધુ ૧૫-૨૦ પૈસાનો ઘટાડો : ડિઝલની કિંમતમાં દેશભરમાં વધુ ૨૨ પૈસા સુધી ઘટાડો ઓક્ટોબર બાદ પેટ્રોલની કિંમતમાં ૧૫ ટકા સુધી ઘટાડો

નવી દિલ્હી,તા. ૯ : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાનો દોર આજે રવિવારના દિવસે પણ જારી રહ્યો હતો. પેટ્રોલની કિંમતમાં આજે વધુ ૧૫-૨૦ પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો જ્યારે ડિઝલની કિંમતમાં વધુ ૨૨ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. પેટ્રોલની કિંમતમાં ઓક્ટોબર મહિનામાં રેકોર્ડ ઉંચી સપાટીએ કિંમત પહોંચ્યા બાદથી આશરે ૧૫ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. ઓક્ટોબર મહિનામાં ક્રૂડની કિંમત બેરલદીઠ ૮૬ ડોલર સુધી પહોંચી હતી ત્યારબાદથી તેમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થઇ ચુક્યો છે. છેલ્લા એક મહિનાના ગાળામાં પેટ્રોલની કિંમતમાં આઠ અને ડીઝલની કિંમતમાં છ રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. ૧૭મી ઓક્ટોબર બાદથી પેટ્રોલમાં આઠ રૂપિયાથી વધુનો ઘટાડો નોંધાયો છે. અમેરિકા અને ચીન વચ્ચે સ્થિતી હવે હળવી થઇ રહી છે. તેલ કિંમતોમાં હજુ વધ ુ ઘટાડો થવાના સંકેત દેખાઇ રહ્યા છે. હાલમાં તેલના ભાવને લઇને  ભારત બંધની હાકલ પણ કરવામાં આવી હતી. ભાવમાં ઘટાડો કરવા માટે કેન્દ્ર સરકાર પર દબાણ લાવવામાં આવ્યુ હતુ. જો કે ચૂંટણી સમય પહેલા ભાવમાં ઘટાડાની શરૂઆત થઇ હતી. જેથી ભાવ ઓક્ટોબર બાદથી સતત ઘટવાની શરૂઆત થઇ હતી. હાલમાં જુદા જુદા  રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને લઇને ભારે હોબાળો થઇ ગયો હતો. આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલની કિંમત એશિયન ટ્રેડ કારોબારમાં વહેલી સવારે ૬૦ ડોલર પ્રતિ બેરલથી પણ નીચે પહોંચી જતા ભાવ હજુ ઘટે તેના સંકેતો દેખાઇ રહ્યા છે. ભાવમાં અવિરત વધારાના કારણે હાલમાં તમામ સામાન્ય લોકો પરેશાન દેખાઇ રહ્યા હતા. સરકાર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. દેખાવો કરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલની કિંમત એશિયન કારોબારમાં પ્રતિ બેરલ ૬૦થી પણ નીચે પહોંચી ગઇ છે. છેલ્લા એક મહિનામાં દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૬.૫૪ રૂપિયા અને ડીઝલની કિંમતમાં ૬.૪૩થી વધુનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે.  સતત ઘટાડાના કારણે એકબાજુ ડીઝલની કિંમત હવે ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી છે. આવી જ રીતે પેટ્રોલની કિંમતમાં આઠ મહિનાની નીચી સપાટી જોવા મળી રહી છે. ઓક્ટોબર મહિનામાં સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયા બાદથી તેમાં ૩૧ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.

તેલ કિંમતોમાં કાપ..

રવિવારે પેટ્રોલ-ડીઝલના ભાવ

નવી દિલ્હી, તા.૯ : પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં આજે ઘટાડો થયો હતો. રવિવારના દિવસે વધુ ઘટાડો થયા બાદ ચિત્ર નીચે મુજબ છે.

પેટ્રોલના ભાવ

મેટ્રો............................................. ભાવ (લીટરમાં)

દિલ્હી....................................................... ૭૦.૫૫

મુંબઈ....................................................... ૭૬.૧૩

ચેન્નાઈ...................................................... ૭૩.૧૮

કોલકત્તા................................................... ૭૨.૬૦

ડિઝલના ભાવ

દિલ્હી....................................................... ૬૫.૦૯

મુંબઈ....................................................... ૩૮.૧૦

ચેન્નાઈ...................................................... ૬૮.૭૦

કોલકત્તા................................................... ૬૬.૮૨

(8:05 pm IST)