Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

એક્ઝિટ પોલ બાદ અનેક નેતા ભગવાનની શરણમાં : તમામ નેતાઓની ઉંઘ હરામ થઈ

કેટલા એક્ઝિટ પોલમાં કોંગ્રેસની જીત તો કેટલાકમાં ભાજપની જીત દર્શાવવામાં આવી રહી છે.

નવી દિલ્હી : પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચુંટણી માટે તમામ એક્ઝિટ પોલના પરિણામ સપાટી ઉપર આવ્યા બાદ હવે રાજકીય પક્ષોમાં ભારેઉત્તેજના દેખાઈ રહી છે. માત્ર તેલંગાણામાં જ તમામ એક્ઝિટ પોલ એક પરિણામ ઉપર પહોંચી રહ્યા છે. બાકી જગ્યાને લઈને આગાહી જુદીજુદી આવી રહી છે. કેટલાક એક્ઝિટ પોલમાં કોંગ્રેસની જીત દર્શાવવામાં આવી રહી છે. જ્યારે કેટલાક એક્ઝિટ પોલમાં ભાજપની જીત દર્શાવવામાં આવી રહી છે.

આવી સ્થિતિમાં તમામ નેતાઓની ઉંઘ હરામ થઈ ગઈ છે. નેતાઓ હવે મતગણતરીની રાહ જાઈરહ્યા છે. કોઈ ભગવાનના શરણમાં છે તો કોઈ હાઈકમાન્ડના સંપર્કમાં છે. મધ્યપ્રદેશનામંદિરોમાં નેતાઓના દર્શન અને વિશેષ પૂજાની શરૂઆત ટિકિટ મળવાથી લઈને હજુ સુધી જારીરહી છે. રાજસ્થાન અને છત્તીસગઢના નેતા પણ મધ્યપ્રદેશના મંદિરોમાં દર્શન માટેપહોંચી રહ્યા છે. કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને અશોક ગહેલોત બંનેશુક્રવારના દિવસે દિલ્હી પહોંચી ગયા હતા. બીજી બાજુ વસુંધરા રાજેએ પોતાનીપુત્રવધુને મધ્યપ્રદેશમાં પૂજા માટે મોકલ્યા હતા. ઉજૈનના મહાકાલ મંદિરમાં નેતાવારંવાર પહોંચતા રહે છે. મહાકાલ મંદિરને નેતાઓ માટે ઓલટાઈમ ફેવરીટ ગણવામાં આવે છે. મધ્યપ્રદેશમાં બગલામુખી મંદિર,દતીયાના પિતામ્બરા મંદિરમાં ખાસ પૂજા થાય છે.અહીંથી પડોશી રાજ્યોથી પણ પહોંચે છે.

હાલના દિવસોમાં બગલામુખી મંદિરમાં ભારે ભીડજાવા મળી રહી છે. અહીં લોકો ચુંટણી માટે ટિકિટની કામનાને લઈને પણ પહોંચે છે.જાણકાર લોકોએ કહ્યું છે કે ઉમેદવારની જીત માટે ૨૦ પંડિતો અહીં સાત કલાક સુધી મંત્રોચ્ચાર કરે છે. એક દિવસની પૂજાનો ખર્ચ આશરે ૩૦ હજાર રૂપિયા બેસે છે. જાણકાર લોકોના કહેવા મુજબ પવિત્ર પૂજા અહીં કરાવવામાં આવી રહી છે. કૃષ્ણા ગોર અનેઆકાશવર્ગીય પણ મંદિરમાં પહોંચી રહ્યા છે. બાબુલાલ ગોરના પુત્રવધુ કૃષ્ણા ભોપાલમાં ગોવિંદપુરમાંથી ચુંટણી મેદાનમાં છે. કૈલાશ વર્ગીયના પુત્ર આકાશ ઈન્દોર-૩માંથીચુંટણી મેદાનમાં છે.

જાણકાર લોકોનું કહેવું છે કે મધ્યપ્રદેશમાં ખૂબ નજીકનીસ્પર્ધા જાવા મળી રહી છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં રાજસ્થાનમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત દેખાઈ રહી છે ત્યારે પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલોટની સાથેઅશોક ગહેલોત દિલ્હી પહોંચી ચુક્યા છે. મુખ્યમંત્રી પદ માટે પોતાની દાવેદારી રજુકરવા માટે આ બંને પહોંચી ચુક્યા છે. બંનેમાંથી કોણ મુખ્યમંત્રી બનશે તેને લઈનેભારે સસ્પેન્સની સ્થિતિ છે .

(1:21 pm IST)