Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

શ્રી નમ્રમુનિ મહારાજની કલ્યાણકારી નિશ્રામાં શ્રી ઉપાસનાબેન સંજયભાઇ શેઠ અને શ્રી આરાધનાબેન મનોજભાઇ ડેલીવાળાની દીક્ષાને અનુમોદના આપતા મુખ્યમંત્રીઃ

કઠોર તપ આત્માને ઉર્ધ્વગામી બનાવી તમામ જીવો પ્રત્યે કરુણાભાવ પ્રગટાવે છેઃ વિજયભાઇ રૂપાણી

રાજકોટઃ અહીં રાજકોટ ખાતે રેસકોર્સના મેદાનમાં યોજાયેલા જૈન ભાગવતી દીક્ષા કાર્યક્રમમાં મુમુક્ષોના સંયમના પંથે પ્રયાણને અનુમોદના આપવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે દીક્ષાર્થી મુમુક્ષોને શ્રીફળ આપી અનુમોદના આપી હતી. શ્રી રૂપાણીએ એવી અભ્યાર્થના દર્શાવી હતી કે ભગવાન મહાવીર સ્વામિએ પ્રસ્થાપિત કરેલી ત્યાગની ઉજ્જવળ પરંપરા ઉપર ચાલીને આ બન્ને મુમુક્ષ બહેનો નવી પેઢીને પણ પ્રેરણા આપશે.

શ્રી નમ્રમુનિ મહારાજની કલ્યાણકારી નિશ્રામાં શ્રી ઉપાસનાબેન સંજયભાઇ શેઠ અને શ્રી આરાધનાબેન મનોજભાઇ ડેલીવાળાએ ૨૧મી સદીનો વૈભવ છોડી સંયમનો માર્ગ પસંદ કર્યો છે. સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘોના આંગણે જૈન ભાગવતી દીક્ષા સમારોહ યોજવામાં આવ્યો હતો. તેમાં મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ ઉક્ત અભ્યર્થના પ્રદર્શિત કરી હતી.

આ દીક્ષાને અનુમોદના આપતા તેમણે વધુમાં કહ્યું કેસંયમનો માર્ગ વધુ કલ્યાણકારી અને આત્મા માટે શ્રેયકર છે. આ બન્ને બહેનોની દીક્ષા રાજકોટમાં થઇ રહી છેતે ઐતિહાસિક ઘડી છે. મને પણ એક સ્થાનકવાસી જૈન તથા શ્રાવક તરીકે ગૌરવની લાગણી અનુભવાય છે.

શ્રી રૂપાણીએ જણાવ્યું કેજ્યારે આપણી પાસે સંસારના સઘળા સુખો હોય ત્યારે તેનો ત્યાગ કરવો એ કઠીન છે અને એ સુખ-વૈભવનો ત્યાગ કરવો એ જ વિશેષ બાબત છે. જે આત્માની વિશુદ્ધ બનાવે છે અને અનુકંપા-પ્રેમ જન્માવે છેદ્રષ્ટિ સમ્યક બનાવે છે. આ માર્ગે ચાલવામાં પૂજ્ય ગુરુદેવની પ્રેરણા તથા માર્ગદર્શન મહત્વનું બની રહે છે.

જૈનેત્તર લોકો પણ એવું ચોક્કસ માને છે કે જૈન સંતો શરીરને કષ્ટ આપીને આકરી સાધના અને તપશ્ચર્યા કરેતેમ કહેતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કેઆવું તપ આત્માને ઉર્ધ્વગામી બનાવે છે અને તમામ જીવો પ્રત્યે કરુણાભાવ પ્રગટાવે છે. ગુજરાતનું સદ્દભાગ્ય છે કે આવા સાધુસંતોએ ત્યાગનો રાહ બતાવી લોકોને સાચુ દિશાદર્શન કર્યું છે. આ જ રાહ વિશ્વની સમગ્ર સમસ્યાનું નિરાકરણ બતાવે છે અને આધ્યાત્મિક

બન્ને મુમુક્ષોની સંસાર ત્યાગની ઉત્કંઠાને મુખ્યમંત્રીશ્રીએ સરાહના કરી હતી અને કહ્યું કેબન્નેએ પોતાની સારીસાચી સમજણ થકી દીક્ષા ગ્રહણ કરવાનો નિર્ણય લીધો છે. તેઓ જૈન પરંપરાને વધુ ઉજ્જવળ બનાવશે. શ્રી રૂપાણીએ બન્ને મુમુક્ષોના માતાપિતાને પણ બિરદાવ્યા હતા.

પૂજ્ય નમ્ર મુનિએ બંને મુમુક્ષોના સંસાર ત્યાગ અને સંયમના માર્ગે પ્રસ્થાન વેળાએ આશીર્વાદ પાઠવવા પધારેલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો ભાવપૂર્વક આભાર માનતા કહયું કે, સંસાર ત્યાગ વેળાએ રાજવીઓ પણ ઉપસ્થિત રહે તે આપણી પ્રાચીન પરંપરા છે. શ્રી રૂપાણી તેમના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢી સમગ્ર માનવ કલ્યાણના માર્ગે પ્રસ્થાન કરનાર મુમુક્ષોને આશીર્વાદ પાઠવવા પધાર્યા તે શુભમ યોગ છે.

પૂ. નમ્રમુનિ સ્વામીએ મુમુક્ષોના સંસાર ત્યાગના આજના મહત્વના દિવસે તેમના પરિવારજનોની શ્રધ્ધા અને આત્મવિશ્વાસને બિરદાવ્યો હતો. તેમણે ત્યાગની ભાવનાનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે, સંસારમાં ત્યાગ અને બલિદાન થકી ઇશ્વરની સમીપ જઇ શકાય અને મોક્ષ રૂપી અમૃત બિંદુ પામી શકાય છે.

        મુમુક્ષ ઉપાસનાબેને આ પ્રસંગે તેમના સાંસારિક તરીકેના છેલ્લા પ્રવચનમાં તેનો લાગણીભાવ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, સંયમના માર્ગે સંસાર ત્યાગ કરી ઇશ્વર સમીપ જવાનું સ્વપ્ન આજે પરિપૂર્ણ થયું છે. તેમણે પૂજ્ય નમ્રમુની સ્વામી તેમજ પોતાના પરિવારજનોની કૃતજ્ઞતા વ્યકત કરી હતી.   

મુમુક્ષોના માતાપિતાએ મુખ્યમંત્રીશ્રીનું નવકાર મંત્રની છબી અર્પણ કરી બહુમાન કર્યું હતું. એ પૂર્વે મુખ્યમંત્રીશ્રીએ સાધુસંતોના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા.

આ પ્રસંગે શ્રી સુશાંત મુનીશ્રી વિનમ્ર મુનિશ્રી પિયુષ મુનીશ્રી પવિત્ર મુનીશ્રી ચેતન મુનીસંઘ પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઇ શેઠધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલશ્રી લાખાભાઇ સાગઠિયાશ્રી અરવિંદભાઇ રૈયાણીમેયર શ્રી બિનાબેન આચાર્યઅગ્રણી શ્રી નીતિનભાઇ ભારદ્વાજશ્રી અંજલીબેન રૂપાણી સહિત જૈનશ્રેષ્ઠિઓશ્રાવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(12:29 pm IST)