Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

રામદામ આઠવલેને ભરી સભામાં યુવકે થપ્પડ મારતા : સમર્થકોઅે બરાબરની યુવકની ધોલાઇ કરી

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (RPI) ના અધ્યક્ષ રામદાસ આઠવલે સાથે મારપીટની ઘટના સામે આવી છે. ઠાણેના અંબરનાથમાં સ્ટેજ પરથી ઉથરતી વખતે એક યુવકે આઠવલેને થપ્પડ મારી દીધી. ત્યારબાદ આઠવલેના સમર્થકોએ યુવકની બરાબર ધોલાઈ કરી દીધી. રામદાસ આઠવલે એક કાર્યક્રમમાં શામેલ થવા ગયા હતા. થપ્પડ મારનાર વ્યક્તિનું નામ પ્રવીણ ગોસાવી જણાવવામાં આવી રહ્યુ છે.

શનિવારે રામદાસ આઠવલે અંબરનાથ એક કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા. સાંજના સમલયે કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી ઉતરતી વખતે એક વ્યક્તિએ તેમના કાન પાસે જોરદાર થપ્પડ મારી દીધીય થપ્પડ માર્યા બાદ તે ભાગવા લાગ્યો તો સમર્થકોએ તેને પકડી લીધો અને તેની જોરદાર ધોલાઈ કરી દીધી. આઠવલેના સમર્થકોની પિટાઈથી યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો જેને બાદમાં હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે.

આ હુમલો તેમના એ નિવેદન સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે જેમાં તેમણે કહ્યુ હતુ કે મરાઠા સમાજને અપાયેલ અનામત કોર્ટમાં ટકી નહિ શકે. તે ઈચ્છે છે કે મરાઠા સમાજને અનામત અપાય પરંતુ રાજ્ય સરકારે જે રીતે અનામત આપ્યુ છે તે કાયદેસર નથી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયો પર વાયરલ થઈ ગયો છે.

(12:03 pm IST)