Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

મુંબઇના હિરાના વેપારીની હત્‍યા માટે અપાયા હતા રૂ. પાંચ લાખ : બહાર આવેલી વિગતો

મુંબઇ  : મુંબઈના હીરાના વેપારીની હત્યા મામલે થયો મોટો ખુલાસો, મોડલ અને શૂટર્સને અપાયા હતાં 5 લાખ હીરાના વેપારી રાજેશ્વર ઉદાણીની રહસ્યમય સંજોગોમાં થયેલી હત્યા બાદ મુંબઈ  પોલીસે એક રાજનેતાની ધરપકડ કરી છે. આ ઉપરાંત એક જાણીતી મોડલ અને ટીવી અભિનેત્રીની અટકાયત કરીને તેમની પૂછપરછ ચાલુ છે. ટીવી અભિનેત્રી દેબોલિના બેનરજીની પણ પૂછપરછ થઈ રહી છે. આ મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. અધિકારીઓએ શનિવારે કહ્યું કે રાજનીતિજ્ઞ સચિન પવાર કથિત રીતે મૃતકની નજીકનો હતો. પોલીસે સચિન પવાર અને દિનેશ પવારની ધરપકડ કરી લીધી છે.

આ મામલે સૂત્રોના હવાલે એક વધુ કહાની સામે આવી રહી છે. જે મુજબ સચિન પવારે હીરાના વેપારી રાજેશ્વરની હત્યા માટે બે પ્રોફેશ્નલ શૂટર્સ અને એક મોડલને હાયર કર્યા હતાં. તેમણે મોડલને કહ્યું કે તેઓ ફક્ત મજાકીયા અંદાજમાં વીડિયો બનાવી રહ્યાં છે. તેમાં તેણે એક્ટિંગ કરવાની છે. સચિને આ માટે શૂટર્સ અને મોડલને 5 લાખ રૂપિયા આપ્યાં. જેમાં મોડલને કહેવાયું હતું કે વીડિયોમાં રાજેશ્વરનું ફક્ત મજાક તરીકે ગળું દબાવવામાં આવશે. પરંતુ આ શૂટિંગ દરમિયાન મોડલને એ વાતનો અહેસાસ થઈ ગયો કે આ કોઈ મજાક નથી.

સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે આ અથડામણ શનિવારે જમ્મુ અને કાશ્મીરની ઉનાળું રાજધાની ગણાતી શ્રીનગરના બહારના વિસ્તાર મુજગુંડમાં શરૂ થઈ હતી. પોલીસે આ જાણકારી આપી હતી. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે સુરક્ષાદળોએ મુજગુંડમાં શ્રીનગર બાંદીપુરા માર્ગ પાસે સાંજે ઘેરાબંધી કરી અને સર્ચ અભિયાન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. જવાબી કાર્યવાહી અથડામણમાં ફેરવાઈ ગઈ.

(12:01 pm IST)