Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

‘‘સિનીયર સાયન્‍ટીસ્‍ટ ઓફ ધ ઇયર'': યુ.એસ.ના શિકાગોમાં આવેલી લોયોલા સ્‍ટ્રીચ સ્‍કુલ ઓફ મેડીસીનએ ઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી મશકુર ચૌધરીને આપેલી પદવીઃ ઇન્‍સ્‍ટીટયુશન તથા કોમ્‍યુનીટી પ્રત્‍યેની સેવાઓ, સંશોધનોમાં મહત્‍વનું યોગદાન, સહિતના ક્ષેત્રે અવ્‍વલ કામગીરી બદલ એવોર્ડ આપી સન્‍માન કરાયું

શિકાગોઃ યુ.એસ.ના શિકાગોમાં આવેલી લોયોલા સ્‍ટ્રિચ સ્‍કૂલ ઓફ મેડિસીનએ ઇન્‍ડિયન અમેરિકન  પ્રોફેસર શ્રી મશકુર ચૌધરીને ‘‘સિનીયર સાયન્‍ટીસ્‍ટ ઓફ ધ ઇયર'' ઘોષિત કર્યા છે.

ઇન્‍સ્‍ટીટયુશન તથા કોમ્‍યુનીટી પ્રત્‍યેની સેવાઓ, વ્‍યાવસાયિક પ્રવૃતિઓ, સંશોધનોમાં યોગદાન, સાયન્‍ટીફીક જર્નલ, સહિતના ક્ષેત્રે અવ્‍વલ કામગીરી બદલ તેમને ૨૮ નવેં.ના રોજ ઉપરોકત પદવીથી ઘોષિત કરાયા હતા.

તેઓ સ્‍કૂલના સર્જરી ડીપાર્ટમેન્‍ટમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપે છે. જેમણે શરૂઆતના તબક્કામાં ટ્રેની તથા આસી. પ્રોફેસર તરીકે કારકિર્દી શરૂ કરી હતી. હવે ઉપરોક્‍ત પદવી માટે પસંદ થવાથી તેમણે સહ કર્મચારીઓનો આભાર માન્‍યો હતો. તેઓ લોયોલા ખાતેના આલ્‍કોહોલ રીસર્ચ પ્રોગ્રામના ડીરેકટર છે. તથા સ્‍કૂલની લેબોરેટરીમાં પણ તેઓ આલ્‍કોહોલની શરીર ઉપર અસરો ક્ષેત્રે સંશોધનો પ્રત્‍યે સતત કાર્યરત છે. તેમણે આ અગાઉ સ્‍કૂલમાંથી જુનીયર સાયન્‍ટીસ્‍ટ ઓફ ધ ઇયર એવોર્ડ પણ મેળવેલો છે. તેમણે ભારતમાંથી ph.D. તથા અમેરિકાની લુસીયાના સ્‍ટેટ યુનિવર્સિટીમાંથી પોસ્‍ટ ડોકટરેટ ડીગ્રી મેળવી છે.

 

(10:55 pm IST)