Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

યુ.એસ.માં સૌપ્રથમ શીખ મહિલા મેયર બનવાનો વિક્રમ સુશ્રી પ્રિત દિદબાલના નામે : કેલિફોર્નિયા યુબા સીટીના મેયર તરીકે પ ડિસે. ર૦૧૭ના રોજ કરાયેલી સોગંદવિધિ

કેલિફોર્નિયા : યુ.એસ.માં કેલિફોર્નિયા સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન શીખ મહિલા સુશ્રી પ્રિત દિદબાલ યુબા સીટીના મેયર બન્‍યા છે. પાંચ ડિસે. ના રોજ તેમની સોગંદવિધિ થતાં તેઓ અમેરિકાના સૌપ્રથમ શીખ મહિલા મેયર બન્‍યા છે. ૧૯૬૮ ની સાલમાં તેમના માતાપિતા અમેરિકામાં આવ્‍યા હતાં. તેથી બચપણથી જ તેમણે સખત પરિશ્રમ દ્રારા આગળ વધવાના સંસ્‍કાર મેળવ્‍યા હતાં.

સિંગલ મધર એવા સુશ્રી પ્રિત દિદબાલની પુત્રી એરિના કોલેજના પ્રથમ વર્ષમાં અભ્‍યાસ કરે છે. તેઓ ર૦૧૪ની સાલમાં સીટી કાઉન્‍સીલ સીટ ઉપર વિજેતા બન્‍યા બાદ વાઇસ મેયર તરીકે કાર્યરત હતાં. તેમણે કયુબા સીટીમાં ૧૯ વર્ષ સુધી સિવીલ સર્વન્‍ટ તરીકે સેવાઓ આપેલી છે.

 

(10:55 pm IST)