Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

પ્રથમ ચરણનું ચિત્ર.....

મોટી સંખ્યામાં મતદારો નિકળ્યા

         અમદાવાદ, તા.૯ : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી  તે હાઇપ્રોફાઇલ અને હાઇવોલ્ટેજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે શાંતિપૂર્ણરીતે ૬૮ ટકા મતદાન થયું હતું. આની સાથે જ ૯૭૭ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. તમામ ઉમેદવારોના ભાવિનો ફેંસલો હવે ૧૮મીના દિવસે થશે. સવારે મતદાનની પ્રક્રિયા આઠ વાગે શરૂ થયા બાદ સાંજે પાંચ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલી હતી ત્યારબાદ લાઈનમાં ઉભા રહેલા મતદારોને ટોકન આપવામાં આવ્યા હતા અને તેમને મતદાન કરવાની તક અપાઈ હતી. પ્રથમ તબક્કાનું ચિત્ર નીચે મુજબ છે.

પ્રથમ તબક્કામાં સીટો હતી................................ ૮૯

પ્રથમ તબક્કામાં મતદાન થયું..................... ૬૮ ટકા

સૌથી વધુ મતદાન........................ મોરબી, નવસારી

પ્રથમ તબક્કામાં જિલ્લા હતા.............................. ૧૯

પ્રથમ તબક્કામાં ઉમેદવારના ભાવિ સીલ.......... ૯૭૭

પ્રથમ તબક્કામાં કુલ મતદારો નોંધાયા ૨૧૨૫૩૧૬૫૨

પ્રથમ તબક્કામાં પુરૂષ મતદારો નોંધાયા ૧૧૧૦૫૯૩૩૩

પ્રથમ તબક્કામાં મહિલા મતદારો નોંધાયા ૧૦૧૨૫૪૭૨

પ્રથમ તબક્કામાં થર્ડ જેન્ડર મતદારો નોંધાયા... ૨૪૭

પ્રથમ તબક્કામાં મતદાન મથકો હતા.......... ૨૪૬૮૯

ચૂંટણી ફરજ પર કર્મચારીઓ હતા............ ૨.૪૧ લાખ

સૌરાષ્ટ્ર-કચ્છની સીટો હતી.................................. ૫૪

દક્ષિણ ગુજરાતની સીટો હતી............................... ૩૫

 

(7:50 pm IST)