Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

વર્ષ ૨૦૧૨માં ભાજપ-કોંગીની સ્થિતિ શું હતી

ભાજપે પ્રભુત્વ જમાવ્યું હતું

         અમદાવાદ, તા.૯ : હાઇપ્રોફાઇલ અને હાઇવોલ્ટેજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચારનો  અંત આવ્યા બાદ સવારે મતદાન શરૂ થયુ હતુ અને સાંજે શાંતિપૂર્ણરીતે મતદાન પૂર્ણ થયું હતું. આજે વર્ષ ૨૦૧૨ની સરખામણીમાં ઓછું મતદાન થયું હતું. ત્રણ ટકાની આસપાસ ઓછું મતદાન નોંધાયું હતું.  વર્ષ ૨૦૧૨માં સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો હતો અને મોટાભાગની બેઠકો જીતી લીધી હતી.  આ વખતે ભાજપ અને કોંગ્રેસે તમામ તાકાત લગાવી દીધી છે. સૌરાષ્ટ્ર-કચ્છની ૫૪ સીટો અને દક્ષિણ ગુજરાતની ૩૫ સીટો ઉપર ચિત્ર ૨૦૧૨માં નીચે મુજબ રહ્યું હતું.

સૌરાષ્ટ્ર-કચ્છ (૫૪ સીટો)

કુલ સીટોની સંખ્યા............................................ ૫૪

ભાજપને સીટો મળી........................................... ૩૭

કોંગ્રેસને સીટો મળી............................................ ૧૩

દક્ષિણ ગુજરાત (૩૫ સીટો)

કુલ સીટોની સંખ્યા............................................ ૩૫

ભાજપને સીટો મળી........................................... ૨૮

કોંગ્રેસને સીટો મળી      ૦૭

(7:49 pm IST)