Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

આ ચૂંટણી રાહુલ માટે નહીં, ગુજરાતની જનતા માટેઃ રાહુલ

નર્મદા, ગામડા, જમીનના મુદ્દે સરકારની ઝાટકણી કાઢી : પાટણમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષે બીજા તબક્કા માટે પ્રચાર કર્યો

છેલ્લા ૩ મહિનાથી ગુજરાતમાં ફરી રહયો છું: કોંગ્રેસ શાસનમાં ૧૬ કલાક વીજળી અપાશેઃ આ ચૂંટણી રાહુલ ગાંધી મળે નહી ગુજરાતની જનતા માટેઃ કોંગ્રેસની સરકાર ૧૦ દિવસમાં ખેેડૂતો દેવુ માફ કરશેઃ સરકારી દવાખાનામાં મફત દવાઓ અપાવીશું: મોદીજી મણીશંકર ઐય્યરના શબ્દોને રાજકીય ઈસ્યુ બનાવી રહયા છે, પણ તેઓ કરપ્શન વિશે નથી બોલતા કેમકે અમીતભાઈના પુત્રએ મોટો ગોટાળો કર્યો છે અને મોદીજી હવે સત્યના લીધે ફસાયા છે.

વડાપ્રધાને પહેલા જણાવેલ કે ભાજપ ચૂંટણી નર્મદા મુદ્દે લડશે, ત્યારબાદ ઓબીસી મુદ્દાનું જણાવ્યું અને અંતે ૨૨ વર્ષના શાસનના કહેવાલા વિકાસને મુખ્ય મુદ્દો બનાવ્યો પણ ત્રણમાંથી એકપણ મુદ્દો ન ચાલ્યો

કોંગ્રેસે ભાજપમાં ૩૩૦૦૦ કરોડ રૃપિયા જે મનરેગા માટે ફાળવ્યા હતા તે ટાટાનેનોના પ્લાન્ટમાં સમાઈ ગયા. તમને વિજળીમાં કાપ મળશે પણ તેઓને નહીં અને કેટલી નેનો કાર રસ્તા પર જોવા મળી રહી છે?

અમે સરકારના રૃપીયા સ્કૂલ અને કોલેજમાં ઈન્વેસ્ટ કરીશું જેથી વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપર ૧૦-૧૫ લાખ ખર્ચવા ન પડે

રાજસ્થાનમાં કોંગ્રેસે મફત સારવાર અને દવાની યોજના મુકેલ. જયારે અહીંયા તમારે પ્રાઈવેટ હોસ્પીટોલમાં જવું પડે. તમારે એકસ-રે, એમ.આર.આઈ સહીતની તપાસ માટે મોટી મોટી રકમ ખર્ચવી પડે છે.   હવે મોદીજી રોજગારી વિશે બોલવાને બદલે ફકત એટલુ કહે છે અમે ૨ કરોડ નોકરીઓ આપી છે જયારે ગુજરાતમાં ૩૦ લાખ લોકો બેરોજગાર છે.

મોદીજીએ દેશની જનતાને ગયા વર્ષે બેંકની સામે ઉભી કરી દીધી હતી. તમે કોઈ સુટ-બુટવાળાને લાઈનમાં ઉભેલા જોયા? તેઓ કાળાનાણાને સફેદ કરતા હતા. આ વસ્તુ કરવા નોટબંધી આપી હતી. છતા તેઓ કહે છે કે તેમણે કાળાનાણા વિરૃધ્ધ મોટુ પગલુ લીધુ.

 

(3:43 pm IST)