Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

રાજસ્થાન 'લવ જેહાદ': લવ ટ્રાઇએન્ગલના કારણે હત્યા?

પોતે હિન્દુ સગીરાને પ્રેમ કરતો હતોઃ સગીરા અન્ય મુસ્લિમ છોકરાને પસંદ કરતી'તી

રાજસમંદ તા. ૯ : રાજસ્થાન લવ જેહાદ કેસના મુખ્ય આરોપી શંભુલાલ રેગરે સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે તે પોતે પણ એક હિન્દુ સગીરાને પ્રેમ કરતો હતો, પરંતુ સગીરા અન્ય મુસ્લિમ છોકરાને પસંદ કરતી હતી.

રાજસમંદના રેગર મહોલ્લાના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે શંભુલાલ માર્બલ વેપારનું કામ કરતો હતો, પરંતુ નોટબંધી પછી બેકાર થઈ ગયો હતો અને તેને અનેક લોકો પાસેથી રૂ. ૧.૫ લાખ ઉછીના લીધા હતાં.

રેગસના મિત્રોએ વધુમાં જણાવ્યું હતું કે રેગર હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક પાસેથી બંગાળ જઈને પાછી લઈ આવ્યો હતો. ત્યારબાદ કેટલાક બંગાળી મજૂરોએ તેની મારપીટ કરી હતી. આ ઘટના પછી તે ભારે ચિંતાતુર રહેતો હતો કે યુવતી ફરી મુસ્લિમ યુવક સાથે જતી રહેશે.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે બે-ત્રણ વર્ષ અગાઉની આ ઘટના છે. એક હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરી લીધા છે અને હાલમાં તે બાગપુરામાં રહે છે. એક પડોશીએ જણાવ્યું હતું કે હિન્દુ-મુસ્લિમ યુવક યુવતી વચ્ચેના પ્રેમ સંબંધોએ તેના મગજ પર પ્રભાવ પાડ્યો હતો અને તે કયારેક ભારે ધિક્કાર સાથે વાતો કરતો હતો. તે અનેકવાર કહેતો હતો કે આપણે બધાએ અનામતનો વિરોધ કરવો જોઈએ.

શંભુનાથના પડોશીઓએ જણાવ્યું હતું કે બેકાર થયા પછી તે ખુબ જ દારૂ પીતો હતો અને ગાંજાનો નશો કરતો હતો. તેના એક મિત્રએ જણાવ્યું હતું કેઙ્ગ તેના વર્તનમાં ભારે ફેરફાર થયો હતો અને કલાકો સુધી ઈન્ટરનેટ સામે જ બેસી રહેતો હતો. દરરોજ તે રાજસમંદ તળાવમાં સ્વિમિંગ કરતો હતો અને તેના બાળકોને પણ તે પણ શીખવાડતો હતો.

શંભુ હંમેશા કહેતો હતો કે કેટલાકો લોકો તેના પરિવારને હાનિ પહોંચાડી શકે છે. વિશેષ કરીને તેની નાની દીકરીને તેઓઙ્ગ નુકસાન પહોંચાડે તેવી શકયતા છે. તે તેની નાની દીકરીને સાથે જ લઈ જતો હતો. શંભુને તેના પરિવારની સુરક્ષાની ખુબ જ ચિંતા હતી. (૨૧.૩૧)

 

(3:41 pm IST)