Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

દેશની જનતા જ મારો પરિવાર, મેં મારૂ જીવન દેશને સમર્પિત કર્યુ છે

આ ચૂંટણીમાં જુઠ્ઠાણાનો વરસાદ થયો છે : લુણાવાડામાં જાહેરસભામાં નરેન્દ્રભાઈની ગર્જનાઃ હું જયારે વડાપ્રધાન બન્યો ત્યારે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યુ, પણ હિન્દુસ્તાનની જનતાએ સાચી સ્વચ્છતા શરૂ કરી દીધી

રાજકોટ, તા. ૯ : સૌરાષ્ટ્ર - કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબક્કામાં આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યુ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે લુણાવાડામાં છે. તેઓએ જાહેરસભામાં કોંગ્રેસ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

બીજા તબક્કાનું મતદાન જે બેઠકો પર થવાનું છે ત્યાં નરેન્દ્રભાઈએ સભાને સંબોધતા કહ્યું કે, તેમણે કોંગ્રેસ અને જમ્મુ કાશ્મીરના યુવા નેતા સલમાન નિઝામી દ્વારા કરવામાં આવેલી ટ્વીટનો જવાબ આપતા તેમના પર આકરા પ્રહાર કર્યા હતા. આ નેતા મને મારા માતા-પિતા કોણ છે એવું પુછે છે, તો હું જણાવી દઉ કે, આ દેશ મારા પિતા અને મારી માતા છે અને હું ભારત માતાની સેવા કરવા માટે નીકળ્યો છું.

મોદીએ સભામાં કહ્યું કે, યુવા કોંગ્રેસના એક નેતા આજે ગુજરાતમાં વોટ માંગી રહ્યાં છે.ઙ્ગરાહુલ ગાંધીઙ્ગવતી મત માગી રહ્યા છે. તેમણે ટ્વિટર પર લખ્યું તે હું વાચું. રાહુલ ગાંધીના પિતાજી અને દાદીજીએ દેશ માટે બદિલાન આપ્યું. પરનાનાએ સ્વંતંત્ર સેનામાં ભાગ લીધો. આ નેતા સલમાન નિઝામી ગુજરાતમાં વોટ માગે છે, તેઓ મને હરાવવા માટે અહીં ઉતાર્યા છે અને કહે છેકે મોદી જણાવો તમારા બાપ કોણ છે અને મારી માતા કોણ છે.

જમ્મુ કાશ્મીરના છે, તેઓ કહે છે, આઝાદ કાશ્મીર જોઇએ. આવું કહેનારા કોગ્રેસને મત અપાય. દેશની સેના રેપિસ્ટ છે. આવું દેશની સેના માટે કહેનારો સલમાન નિઝામી રાહુલ ગાંધી માટે મત માગતો હોય તેને માફ કરાય. આ દેશની સેનાનું અપમાન છેકે નહીં. દેશની સેનાને નીચા પાડવાનો પ્રયાસ છે. તેમણે એમ પણ કહ્યું છેકે દ્યર દ્યર સે અફઝલ નીકલેગા. જેને ભારતમાં આંતકવાદી પ્રવુતિ માટે ફાંસીની સજા થઇ. શું દ્યેર દ્યેર અફઝલોને પેદા કરવાના છે. આપણે ગુજરાતમાં અફઝલો લાવવાના છે. ગુજરાતમાં મુસલમાન પણ આવી ભાષા નથી બોલતો તે કોંગ્રેસના નેતા બોલી રહ્યાં છે. મારે કોંગ્રેસના નેતાઓને કહી દેવું છે. આ ભારત દેશ મારો બાપ પણ છે અને મારી માતા છે. જે સંતાન જીવનભર માતા-પિતાની સેવા કરે તેમ હું ભારત માતાની સેવા કરવા નીકળ્યો છું. કોઇ લાજ, શરમ, નિયમ નહીં.

લોકશાહીમાં આવી હતાશા, નિરાશા કોંગ્રેસ પાર્ટીમાં જોવા નથી મળી તે આ ચૂંટણીમાં જોવા મળી છે. જે કોગ્રેસ પાર્ટી કેરળમાં હારી ગઇ, તમીલનાડુમાં હારી ગઇ, ઓરિસ્સામાં હારી ગઇ, આંધ્રમાં કોંગ્રેસ ગઇ, તેલંગણામાં ગઇ, ગોવામાં ગઇ, મહારાષ્ટ્રમાંથી ગઇ, મધ્યપ્રદેશમાંથી ગઇ, છત્ત્।ીસગઢમાંથી ગઇ, ઝારખંડ, રાજસ્થાન, ઉત્ત્।ર પ્રદેશ, ઉત્ત્।રાખંડ, જમ્મુ-કાશ્મીરમાંથી કોંગ્રેસ ગઇ. કયાંય કંઇ બચ્યું નથી.

આટલા બધા તમારી પાર્ટીમાં વડાપ્રધાન થયા, ૧૦૦૦ પૂર્વ મુખ્યમંત્રી પડ્યા છે. આખો કુનબો તમારો હોવા છતાં આટલા વર્ષ રાજ ભોગવ્યું પછી, આ જનતા તમને કેવી ઓળખી ગઇ કે તમારો કયાંય પત્ત્।ો પડતો નથી. હું જયારે વડાપ્રધાન બન્યો ત્યારે સ્વચ્છતાં અભિયાન શરુ કર્યું. પણ હિન્દુસ્તાનની જનતાએ સાચી સ્વચ્છતા શરૂ કરી. કોંગ્રેસને સાફ કરી નાંખ્યું. આ દેશની જનતાએ રાજકીય સફાઇનું અને સ્વચ્છતાનું અભિયાન ઉપાડ્યું. જેને દેશે ના સ્વીકાર્યો તેને ગુજરાત થોડું સ્વીકારે

(3:37 pm IST)