Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017


મોદીએ સોનિયા ગાંધીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી તા. ૯ : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના ૭૧માં જન્મદિવસના અવસર પર પીએમ મોદીએ ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી. પીએમએ શનિવારના રોજ પહેલાં ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કાના વોટિંગ માટે મતદાતાઓને અપીલ કરતાં હિન્દી અને ગુજરાતીમાં ટ્વીટ કરી. તેની થોડીકવારમાં પીએમએ કોંગ્રેસ અધ્યક્ષને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા તેમના સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી.

આપને જણાવી દઇએ કે પીએમ નરેન્દ્ર મોદી દર વર્ષે બર્થ ડે પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને શુભેચ્છા પાઠવે છે. પીએમ સિવાય આરજેડીના પ્રમુખ લાલુપ્રસાદ યાદવે પણ ટ્વીટ કરીને સોનિયા ગાંધીને શુભેચ્ઠા પાઠવી.

પીએમ સહિત કેટલાંય મોટા નેતાઓએ ટ્વીટ કરી સોનિયા ગાંધીને શુભેચ્છા પાઠવી છે. લાલુ પ્રસાદ યાદવે કોંગ્રેસ અધ્યક્ષને શુભેચ્છા પાઠવતા ટ્વીટ કરી કે, સમર્પણ, ત્યાગ, બલિદાન અને વિષમ પરિસ્થિતિઓમાં અસીમ સાહસનો પરિચય આપનાર મૈડમ શ્રીમતી સોનિયા ગાંધીજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.

૧૦ જનપથની બહાર સવારથી જ કાર્યકર્તાઓની ભીડ એકત્ર થઇ હતી અને વાજતે-ગાજતે સમર્થકોને સોનિયાને જન્મદિવસની શુભકામાન પાઠવી છે. દેશના કેટલાંય ભાગોમાં કોંગ્રેસ કાર્યકર્તા સોનિયા ગાંધીનો જન્મદિવસ મનાવી રહ્યાં છે. કોંગ્રેસના કેટલાંય વરિષ્ઠ નેતાઓએ પણ ટ્વીટ કરીને તેમણે જન્મદિવસની શુભકામના પાઠવી હતી.

(3:35 pm IST)