Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017


સોનીયા ગાંધીનો આજે જન્મદિવસઃ રાહુલ ગુજરાત પ્રચાર છોડી આર્શીવાદ લેવા દિલ્હીમાં

નવી દિલ્હી : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીનો આજે  ૭૨ મો જન્મદિવસ છે. ગુજરાતના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રાહુલ પોતાની માતાને શુભેચ્છા દેવા માટે દિલ્હી પહોંચ્યા છે. આજથી ઉત્તર ગુજરાતમાં રાહુલના પ્રચારની શરૂઆત થવાની છે ત્યારે તેઓ વડોદરાથી થોડા કલાકો માટે માતા સોનિયા ગાંધી પાસે દિલ્હી ગયા છે. આજે સોનિયાજીના જન્મદિવસને લઈને દિલ્હી સ્થીત કોંગ્રેસ મુખ્યાલયને શણગારવામાં આવ્યુ઼ છે. ગઈકાલે જ રાહુલ ગાંધીએ મોગલ ધામ મંદિરમાં માતાના સ્વસ્થ દિર્ધાયુ માટે પ્રાર્થના કરેલ અને પુજારી સાથે સોનીયાજીની વાત પણ કરાવેલ.  મંદીર તરફથી સોનીયાજી માટે પ્રસાદ અપાયેલ હતો.

(11:42 am IST)