Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

ટ્વીટ દ્વારા મતદાનની અપીલ

નરેન્દ્રભાઈ મોદી

આજે ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન છે. સર્વે મતદારોને લોકશાહીના ઉત્સવમાં ભાગ લેવા અને વિશાળ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરૂ છુ.

લોકો વધુમાં વધુ મતદાન કરે : વિજયભાઈ

હું આજે કોઈ રાજકીય નિવેદન નહિં આપુ : વિજયભાઈએ મતદાન કર્યા બાદ પત્રકારોને જણાવ્યુ

રાહુલ ગાંધી

મતદાતાઓની ભાગીદારી લોકતંત્રની આત્મા હોય છે. ગુજરાત ચુંટણીમાં પહેલીવાર મત દેનાર યુવા સાથીઓનું ખુબ ખુબ સ્વાગત અને અભીનંદન. ગુજરાતની જનતાને અપીલ છે કે મોટી સંખ્યામાં મતદાન કરી લોકતંત્રના આ પર્વને સફળ બનાવે.

મતદાન કરતા પહેલા ૫૧ ભૂદેવો પાસે પૂજા કરાવી : મતદારોમાં આ વખતે કંઈક અનેરો ઉત્સાહ : ઈન્દ્રનીલ

રાજકોટ-૬૯ના કોંગી ઉમેદવાર ઈન્દ્રનીલ રાજયગુરૂએ મતદાન અગાઉ ૫૧ પંડિતો દ્વારા પૂજા કરાવી બાદ કહ્યુ કે પોતાના વિચારોથી આજે મત આપવાનો અવસર છે, નાગરીકોના વિચારોથી જ સરકાર બનતી હોય છે, બંને બાજુથી પ્રચાર ખૂબ થયો છે, આ વખતે મતદાન માટે કંઈક અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળે છે

ભાજપનો અહંકાર જનતા તોડશેઃ અર્જુનભાઈ મોઢવાડીયા

પોરબંદરના કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડીયાએ મતદાન કર્યા બાદ કહ્યુ કે અનેક જગ્યાઓમાં ઈવીએમ મશીનની ખામી સર્જાઈ છે, ઈવીએમ મશીન વાઈફાઈ સાથે કનેકટ છે તો એ શું છે? મોટી ગરબડીની આશંકા છે, જેની સામે તપાસ થવી જોઈએ

 

(11:28 am IST)