Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

અગત્‍યના સમાચારો ઉડતી નજરે...

 

 

- વશરામ સાગઠીયા મતદાન કરવા ગયાને સલવાયા

- રાજકોટમાં વ્હેલી સવારથી લોકો મતદાન કરવા નીકળી પડ્યા

- રાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જ્ઞાનગંગા સ્કુલમાં મતદાન કર્યુ

- ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂએ મતદાન કરતા પહેલા ૫૧ ભૂદેવો પાસે પૂજા કરાવી

- તુષાર ચૌધરીએ વ્યારામાં મતદાન કર્યુ

- સવારે પ્રથમ એક કલાકમાં ૮% મતદાન

- ભરૂચના ઉમેદવાર દુષ્યંત પટેલે ભાજપનો ખેસ પહેરી મતદાન કર્યુ : આચારસંહિતાનો ભંગ

- સુરત, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં પણ લોકશાહીના પર્વને વધાવતા મતદારો : સવારથી જ લાંબી લાઈનો જોવા મળી

- મોરબીમાં ૭ થી ૮ ઈવીએમ ઉપર ખામી સર્જાઈ : મતદાનની પ્રક્રિયા અટકી

- નર્મદા, પોરબંદર, સુરેન્દ્રનગર, રાજપીપળા, સુરત અને રાજકોટમાં ઈવીએમમાં ખરાબીની ફરીયાદ : અમુક જગ્યાએ મશીન બદલાયા

- માંડવીના ઈવીએમ મશીનમાં ખામી સર્જાતા ઈવીએમ મશીન બદલાયુ

- રાજકોટ જિલ્લામાં ૩૩ જગ્યાએ ઈવીએમમાં ખામી સર્જાઈ

- વિજયભાઈ, અંજલીબેન સાથે તેમના પુત્રએ પણ કર્યુ મતદાન

 

- રાજકોટ-૭૦ બેઠકના વોર્ડ નં. ૧૩ના ઈવીએમમાં ખામી સર્જાઈ : ૪૦ મિનિટ સુધી મતદાન ઠપ્પ : કોંગ્રેસે ચૂંટણીપંચમાં ફરીયાદ નોંધાવી

- રાજકોટ-૬૯ પશ્ચિમ બેઠક ઉપર વોર્ડ નં.૩માં ત્રણ સ્થળોએ ઈવીએમમાં

- ખામી સર્જાતા મશીનો બદલવામાં આવ્યા

- રાજયમંત્રી જશાભાઈ બારડે સૂત્રાપાડા ખાતે મતદાન કર્યુ

-  સરોજની નાયડુ સ્કુલ સ્થિત મતદાન મથકના ઇવીએમ મશીનમાં ખોટકો અડધો કલાક મતદાન બંધઃ તાબડતોબ નવી વ્યવસ્થા થઇ

-  પોરબંદર વાડી પ્લોટ બુથ ઉપર બાબુભાઇ બોખીરીયા, પોરબંદરના મોઢવાડામાં અર્જુનભાઇ મોઢવાડીયા તથા પોરબંદર જયુબેલી બુથ ઉપર કાંધલ જાડેજાએ સવારે મતદાન કર્યુ

-  રાજકોટ વિધાનસભા બેઠક ૬૯-૭૦માં સવારથી મતદારોની કતારો લાગી

 

 

 

- પોરબંદર આર.જી.ટી. કોલેજમાં સવારે દોઢ કલાક ઇવીએમ  બંધ રહ્યા બાદ પુનઃ ચાલુ કરાયુ

-૫ વાગ્યા પહેલા મતદાન મથકમાં દાખલ થઈ ગયેલ તમામને રાત્રે ગમે તેટલા વાગે તો પણ મતદાન કરવા દેવાશેઃ કલેકટર વિક્રાંત પાંડે તથા ડે.કલેકટર પ્રજ્ઞેશ જાનીની સત્તાવાર જાહેરાત

-રાજકોટમાં ચૂંટણી ધમાલઃ બે ફોજદારી કરાઇ : બૂથ નાં.૧૮૦-ગૌતમ બૂધ્ધ વિદ્યાલય અને આર.એમ.સી.સ્કુલ નં. ર૯-નવા થોરાળાના બનાવો અંગે પોલીસમાં કલમ ૧ર૮ મુજબ ફોજદારીઃ કલેકટરની જાહેરાતઃ તપાસનો ધમધમાટ

 

 

(4:35 pm IST)