Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

ચાલુ વર્ષે આવેલા આ IPOમાં રોકાણકારો ધોવાઇ ગયા

કંપનીએ ઇશ્યુ કરેલી શેર પ્રાઇસ કરતા હાલ આ આઇપીઓના ભાવ નીચા જોવા મળી રહ્યા છે

મુંબઇ તા. ૯ : ચાલુ વર્ષે આઇપીઓ બજાર ગરમ રહ્યું હતું. ૩૦ કરતા પણ વધુ આઇપીઓ ચાલુ કેલેન્ડર વર્ષમાં આવ્યા હતા. જોકે આ આઇપીઓમાંથી ૧૦ આઇપીઓ એવા છે કે જેમાં રોકાણકારો ધોવાઇ ગયા છે. કંપનીએ ઈશ્યૂ કરેલી શેર પ્રાઇસ કરતા હાલ આ આઇપીઓના ભાવ નીચા જોવા મળી રહ્યા છે.

ખાસ કરીને ઇન્સ્યોરન્સ સેકટરની ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીના શેરમાં ૨૭ ટકાથી વધુનો ઘટાડો જોવાઇ ચૂકયો છે, જયારે જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના શેરમાં શેર ૮૦૦ના ભાવે કંપનીએ ઈશ્યૂ કર્યો હતો, જે હાલ ૫૮૦ના ભાવે ટ્રેડિંગમાં છે. આમ, ૧૨ ટકા નીચા ભાવે ટ્રેડિંગમાં જોવા મળી રહ્યો છે. એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીના ઓકટોબર મહિનામાં લિસ્ટેડ થયેલા આઇપીઓમાં પાંચ ટકા નેગેટિવ રિટર્ન મળી રહ્યું છે.

એ જ પ્રમાણે સીએલ એજયુકેટ, એસ.ચાંદ એન્ડ કંપનીના આઇપીઓમાં પણ રોકાણકારોને હાલ ૨૯થી ૩૯ ટકા જેટલું નીચું રિટર્ન જોવા મળી રહ્યું છે. જોકે ચાલુ વર્ષે આવેલા આઇપીઓમાંથી ૬૦ ટકા આઇપીઓમાં હાલ સકારાત્મક રિટર્ન મળી રહ્યું છે. રોકાણકારને એવરેજ લિસ્ટિંગ ગેઇન ૨૦થી ૩૦ ટકા હોવાના કારણે ચાલુ વર્ષે આઇપીઓ બજાર પણ ગરમ રહ્યું હતું.(૨૧.૮)

કંપનીનું નામ

લિસ્ટિંગ

તારીખ

ઈશ્યૂ

પ્રાઈસ

વર્તમાન

ભાવ

ઘટાડો

ટકામાં

ખાદીમ ઈન્ડિયા

૧૪.૧૦.૧૭

૭૫૦

૬૮૫

૮.૫૭

ન્યૂ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ

૧૩.૧૦.૧૭

૮૦૦

૫૮૦

૨૭.૪૪

જનરલ ઈન્સ્યોરન્સ

૨૫.૧૦.૧૭

૯૧૨

૮૦૩

૧૧.૮૫

ઈન્ડિયન એનર્જી

૨૩.૧૦.૧૭

૧૬૫૦

૧૫૨૫

૭.૫૬

એસબીઆઈ લાઈફ

૦૩.૧૦.૧૭

૭૦૦

૬૬૬

૪.૮૧

મેટ્રોમોની ડોટકોમ

૨૧.૦૯.૧૭

૯૮૫

૯૦૩

૮.૨૩

ભારત રોડ

૧૮.૦૯.૧૭

૨૦૫

૧૯૧

૬.૬૮

જીટીપીએલ હેથવે

૦૪.૦૭.૧૭

૧૭૦

૧૫૫

૮.૬૫

એસ ચાંદ એન્ડ કંપની

૦૯.૦૫.૧૭

૬૭૦

૪૭૫

૨૯.

સીએલ એજયુકેટ

૩૧.૦૩.૧૭

૫૦૨

૩૦૨

૩૯.

(10:10 am IST)