Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

રૂપાણી, મોદી અને રાહુલે મતદારોને કરી અપીલ

પત્ની સાથે ભગવાનના દર્શન કર્યા રૂપાણીએઃ મોદીએ કર્યું ટ્વીટ

નવી દિલ્હી તા. ૯ : રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી મતદાન મથક પર પહોંચ્યા તે પહેલા તેમણે મંદિરમાં જઈને દર્શન કર્યા અને લોકોને મત આપવા માટે અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ પશ્ચિમ બેઠક પર કાંટાની ટક્કર થવાની છે કારણ કે આ બેઠક પરથી રૂપાણીની સામે કોંગ્રેસે ઈન્દ્રનીલ રાજયગુરૂને મેદાનમાં ઉતાર્યા છે, પ્રથમ તબક્કાની મહત્વની બેઠકોમાં આ બેઠકને પર સૌની નજર રહેલી છે. છોટુ વસાવાએ કહ્યું ભાજપનો સફાયો થઈ જશે તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કહ્યું, લોકોનો મૂડ ભાજપ તરફી દેખાઈ રહ્યો છે. રૂપાણીની સાથે વડાપ્રધાન મોદી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ લોકોને બહોળી સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી છે.

રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના પત્ની અંજલી રૂપાણી સાથે મતદાન મથક પર જતા પહેલા મંદિના દર્શન કરવા પહોંચ્યા હતા. રૂપાણીએ પૂજા અર્ચના કરી અને મીડિયા સાથે કરેલી વાતમાં જણાવ્યું કે, આજના દિવસને લોકસાહીનો મહત્વનો પર્વ ગણાવીને રૂપાણએ કહ્યું, સૌથી વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. મતદાનની પવિત્રતાનો ઉપયોગ કરે. પ્રથમ ચરણનો માહોલ સારો જ છે તેમાં કોઈ સવાલ જ નથી તેમ પણ તેમણે કહ્યું અને લોકોમાં ઉત્સાહ હોવાની પણ તેમણે વાત કરી.

ઉલ્લેખનીય છે કે, ઈન્દ્રનીલ રાજયગુરૂની અટકાયત, હાર્દિક પટેલની રાજકોટમાં વિશાળ સભા અને ભ્પ્ મોદીની સભાને જોતા પલડું ભાજપ અને કોંગ્રેસ બન્ને તરફ નમતું રહ્યું, જોકે, આજે મતદારો તેમના ભાવીને ઈવીએમમાં કેદ કરવાના છે અને તેનું શું પરિણામ આવે છે તે ૧૮મી તારીખે જાણવા મળી જશે.

રાજકોટથી વિજય રૂપાણીએ લોકોને બહોળી સંખ્યામાં મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી તો આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને મતદાનનો ઉપયોગ કર્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતી અને અંગ્રેજીમાં ટ્વીટ કરીને લોકોને ભારે મતદાન કરવા માટે અપીલ કરી છે. મોદીએ ખાસ કરીને યુવાનોને મતદાન માટે આગળ આવવાની અપીલ કરી છે. આ સાથે તેમણે બહોળી સંખ્યામાં મતદાન કરવા માટે પણ મતદાતાઓને અપીલ કરી છે. મોદીએ ગુજરાતીમાં પણ ટ્વીટ કરી છે જેમાં તેણે કહ્યું છે કે, આજે ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન છે. સર્વે મતદારોને લોકશાહીના ઉત્સવમાં ભાગ લેવા અને વિશાળ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરૃં છું.

(10:13 am IST)