Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

અમેરિકામાં ચૂંટણી પછી હવે સત્તાના ફેરબદલ માટે 'મહાભારત' શરૂ: ટ્રમ્પ પ્રશાસને બિડેનની ટ્રાન્ઝિશન ટીમને ચાવીઓ સોંપવાનો ઇનકાર કર્યો

ટ્રમ્પે યુ.એસ.ની ચૂંટણીમાં હાર સ્વીકારી નથી, ત્યારબાદ હવે તેમના વહીવટીતંત્રે સત્તાના ફેરબદલ અંગે પણ મડાગાંઠ સર્જી છે. જનરલ સર્વિસીસ એડમિનિસ્ટ્રેશનના વડા એમિલી મર્ફીએ બાયડેનની ટ્રાન્ઝિટ ટીમને ચાવીઓ સોંપવાનો ઇનકાર કર્યો છે. વાસ્તવ માં ટ્રાન્ઝિશન ટીમને દરેક બિલ્ડિંગમાં, ફેડરલ સરકારની કચેરીમાં જગ્યા આપવી જોઈએ.ટ્રમ્પ વહીવટીતંત્ર માટે તૈયાર નથી. પ્રમુખ ટ્રમ્પ ચૂંટણીમાં કૌભાંડો થયા હોવાના સતત આરોપ લગાવી રહ્યા છે,બીજી તરફ તેમના રિપબ્લિકન પક્ષમાં ટ્રમ્પ ના વલણને લઇને મતભેદ ઉગ્ર બની રહ્યા છે.

(12:23 am IST)