Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

પ્રમુખપદથી હટ્યા બાદ ટ્રમ્પને ક્રિમિનલ કાર્યવાહીનો સામનો કરવો પડશે :કથિત કૌભાંડોથી વધશે મુશ્કેલી

પ્રમુખપદથી હટ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પને જેલ થઇ શકે છે? એ સવાલ બળવત્તર બન્યો: ચૂંટણી પહેલાના બાઇડેનના નિવેદન ટાંકી ઉઠ્યા સવાલ

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીના પરીણામો આવી ગયા છે. પ્રમુખ ટ્રમ્પ સામે ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેન જીતી પણ ગયા છે. હવે  શું પ્રમુખપદથી હટ્યા બાદ શું ડોનાલ્ડ ટ્રમ્પને  જેલ થઇ શકે છે? એ સવાલ બળવત્તર બન્યો છે

અમેરિકામાં પ્રમુખપદે રહેતી કોઇ વ્યક્તિ પર ક્રિમિનિલ કેસો ચલાવી શકાતા નથી. પરંતુ ટ્રમ્પ હવે ચૂંટણી હારી ગયા છે. પરંતુ તેમણે સત્તાવાર રીતે હાર સ્વીકારી નથી.

અમેરિકી પરંપરા મુજબ ચૂંટણીમાં હારી ગયેલા પ્રમુખ નવા પ્રમુખને ફોન કરી શુભેચ્છા પાઠવે છે. પરંતુ ટ્રમ્પે હજુ આવું કંઇ કર્યું નથી. વળી તેમનો પ્રમુખપદનો કાર્યકાળ પણ વિવાદી રહ્યો. તેમના પર મહાભિયોગનો કેસ પણ ચાલ્યો.

 

હવે નિષ્ણાતો માની રહ્યા છે છે કે ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન થયેલા કથિત કૌભાંડેને જોતા લાગે છે કે પ્રમુખપદથી હટ્યા બાદ ટ્રમ્પને ક્રિમિનલ કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

આમ તો નવું અમેરિકી તંત્ર ટ્રમ્પ સામે પુરાવા હોવા છતાં પણ કાર્યવાહી કરે, તે જરુરી નથી. કારણ કે અગાઉ અમેરિકાના જાણીતા વોટરગેટ કૌભાંડને પ્રમુખ રિચર્ડ નિકસનને સત્તા ગુમાવવી પડી હતી.

પરંતુ ત્યારે નવી સરકારે નિર્ણય લીધો હતો કે નિકસન સામે કેસ ચલાવવાથી વોટરગેટ કૌભાંડ ખેંચાઇ જશે. તેથી તેમને માફી આપી દેવાઇ હતી.પરંતુ ટ્રમ્પ ના મામલે જે બિડેને 6 ઓગસ્ટે આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો તેઓ પ્રમુખ બનશે તો ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ક્રિમિનલ કાર્યવાહી કરવાનો તેઓ વિરોધ પણ નહીં કરે કે તેને પ્રોત્સાહન પણ આપશે નહીં. તેમણે કહ્યું હતું કે તેઓ આ નિર્ણય સંપૂર્ણપણે કાયદાકીય વિભાગને હવાલે કરી દેશે. પછી ગેમે તે ચુકાદો આવે.

આવા સંજાગોમાં ટ્રમ્પને જો કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડે અને દોષી પુરવાર થાય તો તેમને ઘણા વર્ષોની જેલ થઇ શકે છે. આ અંગે કન્ઝર્વેટિવ પોલિટિકલ રિસર્ચ સેન્ટર અમેરિકન એન્ટરપ્રાઇઝ ઇન્સ્ટીટ્યૂટના નિષ્ણાત નોર્મન ઓર્નસ્ટિનનું કહેવું છે કે ન્યૂયોર્કનું ફરિયાદ વિભાગ ટ્રમ્પ સામે તપાસ પોતાની તપાસ ચાલુ રાખશે.

(10:51 pm IST)