Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ઓટો કંપનીઓને ફટકો: ઓક્ટોબરમાં વાહનોના વેચાણમાં 24 ટકાનો ઘટાડો

ગત વર્ષની તુલનાએ થ્રી વ્હીલર્સના વેચાણમાં 64.5 ટકાનું ગાબડું :ટ્રેક્ટરનું વેચાણ 55 ટકા વધ્યું

 

નવી દિલ્હી : ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વાહનોના વેચાણમાં તેજી જોવાય બાદ ઓક્ટોબરમાં ફેસ્ટિવ સીઝનની શરૂઆત થવાથી વેચાણમાં ભારે ઘટાડો નોંધાયો છે.માત્રને માત્ર પેસેન્જર વ્હીકલ્સ સેગમેન્ટમાં કેટલીક ઓટો કંપનીના પરિણામ સારા આવ્યા છે. તેમાં મારુતી સુઝુકી, હ્યૂન્ડાઇ, ટાટા મોટર્સ અને કિઆ મોટર્સના વ્હીકલનું સારું વેચાણ થયું. જ્યારે બાકીની કંપનીનાઓના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડિલર્સ એસોસિએશન (FADA) મુજબ ઓક્ટોબર મહિનામાં પેસેન્જર વ્હીકલના વેચાણમાં 8.8 ટકાનો ઘટાડો નોંધાયો છે.

FADAના આંકડા મુજબ પેસેન્જર વ્હીકલ્સનું વેચાણ ગત વર્ષના ઓક્ટોબર મહિનાની સરખામણીએ ઓક્ટોબર મહિનામાં 8.8 ટકા ઘટી 2,49,860 રહી ગયું છે. જ્યારે પેસેન્જર વ્હીકલનું વેચાણ એક વર્ષ પહેલા ઓક્ટોબર-2019માં 2,73,980 યૂનિટ રહ્યું હતું. સપ્લાઈ ચેનમાં આવેલી અઢચણના કારણે વાહનોના રજિસ્ટ્રેશન ધીમો પડ્યો છે.

 

(10:36 pm IST)