Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

સતાનું હસ્તાંતર પ્રક્રિયાનો પ્રારંભ નહિ : જો બિડેનની ટીમને સહયોગ કરવા ડોનાલ્ડ ટ્રમ્પ પર વધતું દબાણ

દ્વિદલીય સમૂહે પણ ટ્રમ્પને ચૂંટણી પછી સત્તાનું હસ્તાંતરણની પ્રક્રિયા તત્કાલ આગળ વધારવા માટે અપીલ કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જાન્યુઆરીમાં નવા વહીવટીતંત્રને કાર્યકાળ સંભાળવા પર સત્તાનું સહજ હસ્તાંતરણ સુનિશ્ચિત કરવા માટે દેશના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેનની ટીમની સાથે સહયોગ કરવાનું દબાણ વધી રહ્યુ છે.જનરલ સર્વિસિઝ એડમિનિસ્ટ્રેશન (જીસીએ) પર બિડેનને ચૂંટાયેલા રાષ્ટ્રપતિના સ્વરૂપમાં ઔપચારિક રીતે માન્યતા આપવાની જવાબદારી છે. તેના પછી સત્તા હસ્તાંતરણની પ્રક્રિયાનો પ્રારંભ થશે. એજન્સીની વહીવટકર્તા એમિલી મર્ફીએ હજી સુધી આ પ્રક્રિયાનો પ્રારંભ કર્યો નથી અને તે બતાવ્યું પણ નથી કે તે ક્યારે આમ કરશે. એમિલીની નિમણૂક ટ્રમ્પે કરી હતી.

આ મામલામાં સ્પષ્ટતા ન હોવાના લીધે હવે પ્રશ્નો થવા લાગ્યા છે કે અત્યાર સુધી હારનો સ્વીકાર ન કરનારા અને ચૂંટણીમાં પણ અનિયમિતતાઓનો આરોપ મૂકનારા ટ્રમ્પ સરકાર બનાવવા માટે ડેમોક્રેટિક પક્ષના પ્રયત્નો સામે અવરોધ સર્જી શકે છે.

બિડેનના સત્તા હસ્તાંતરણ સહયોગી જેન પ્સાકીએ જણાવ્યું હતું કે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા તેમજ તેના આર્થિક હિત તે વાત પર નિર્ભર છે કે સંઘીય સરકાર તે સ્પષ્ટ અને ત્વરિત સંકેત આપે કે તે અમેરિકાના લોકોની ઇચ્છાનું સમ્માન કરશે અને સત્તાના શાંતિપૂર્ણ તેમજ સહજ હસ્તાંતરણમાં સહયોગ કરશે.

વ્હાઇટ હાઉસમાં છેલ્લા ત્રણ કાર્યકાળમાં સામેલ રહેલા એક દ્વિદલીય સમૂહે પણ ટ્રમ્પને ચૂંટણી પછી સત્તાનું હસ્તાંતરણની પ્રક્રિયા તત્કાલ આગળ વધારવા માટે અપીલ કરી છે. સેન્ટર ફોર પ્રેસિડેન્સિયલ ટ્રાન્ઝિશન સલાહકાર બોર્ડના એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ભારે મહેનતથી લડવામાં આવેલી ચૂંટણી હતી, પરંતુ ઇતિહાસ એવા રાષ્ટ્રપતિઓના ઉદાહરણથી ભરાયેલું પડ્યું છે જેમણે ચૂંટણી પરિણામ પછી પોતાના ઉત્તરાધિકારીઓને ગરિમા સાથે મદદ કરી.

આ નિવેદન પર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશના કાર્યકાળમાં વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ રહેલા જોશ બોલ્ટન તેમજ આરોગ્ય મંત્રી તેમજ સેવા મંત્રી રહેલા માઇકલ લ્યુઇટ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના કાર્યકાળમાં વ્હાઇટ હાઉસમાં ચીફ ઓફ સ્ટાફ રહેલા થોમસ મેક મેક્લાર્ટી અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળમાં મંત્રી રહેલા પેન્ની પ્રિત્ઝકરે સહી કરી છે. આ દરમિયાન બિડેને સરકાર બનાવવા માટે પગલાં લેવાનો પ્રારંભ કરી દીધો છે. તેમણે કોવિડ-19નો સામનો કરવો માટે ટીમ રચવાની શરૂઆત કરી દીધી છે. હાલમાં અમેરિકામાં કોરોનાના રોજના એક લાખ કેસ આવી રહ્યા છે, પરંતુ જીએસએની ઔપચારિક ઘોષણા પહેલા આ પ્રક્રિયા પૂર્ણપણે શરૂ થઈ શકતી નથી

(7:55 pm IST)