Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

માસ્ક નહીં પહેરવા બદલ લોકસભાના સાંસદ તેજસ્વી સુર્યા પાસેથી 250 રૂપિયા દંડ વસૂલાયો : કર્ણાટક હાઇકોર્ટમાં રાજ્ય સરકારની જુબાની : કોવિદ -19 માટે કેન્દ્ર સરકારે આપેલી ગાઈડ લાઈનનો રાજ્યમાં અમલ નહીં થતો હોવા અંગે હાઇકોર્ટમાં દાખલ કરાયેલી પિટિશન

બેંગ્લુરુ : કેન્દ્ર સરકારે કોવિદ -19 માટે આપેલી ગાઈડ લાઈનનો  કર્ણાટક રાજ્યમાં અમલ થતો નથી તેવી પિટિશન હાઇકોર્ટમાં દાખલ કરાઈ હતી.જેના અનુસંધાને નામદાર કોર્ટે ખુલાસો માંગતા રાજ્ય સરકારે જણાવ્યું હતું કે લોકસભાના સાંસદ તેજસ્વી સૂર્યાએ એક રાજકીય રેલી દરમિયાન સપ્ટેમ્બર માસમાં માસ્ક પહેર્યું નહોતું તેથી 250 રૂપિયાનો દંડ કરાયો હતો.  

જેના અનુસંધાને તેજસ્વી સુર્યા  સહીત અન્ય રાજકીય આગેવાનો પાસેથી  આ દંડની રકમ વસુલ થઇ છે કે કેમ તેમ પૂછતાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે તેમની પાસેથી 7 નવેમ્બરના રોજ દંડ વસૂલી લેવામાં આવ્યો છે.

નામદાર કોર્ટે કેન્દ્ર સરકારની કોવિદ -19 અંગેની ગાઈડ લાઇન મુજબ ફેસ માસ્ક પહેરવાનું તથા સોશિઅલ ડિસ્ટન્સ જાળવવાની સૂચનાનું  ચુસ્તપણે પાલન કરાવવા રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો. પિટિશન માટેની આગામી મુદત 12 નવેમ્બર નક્કી કરવામાં આવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:54 pm IST)